Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃ્ત્યું પામેલા બોટાદના અક્ષર પટેલના પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે. સરકારે જાહેર કરેલા સહાયના રૂપિયા અંગે પરિવાર આકરા પાણીએ છે. પરિવારે કહ્યું પૈસા અમે સરકારને આપીએ પણ અમારો દિકરો અમને પાછો આપો. મૃતકના સબંધીએ આક્ષેપ કરતા ક્હયું કે તથ્ય પટેલની કારમાં યુવતીઓની સાથે દારૂ અને ડ્રગ્સ હતું.
મહત્વનું છે કે ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદ RTO વિભાગ પણ હરકતમાં આવ્યો છે. ટ્રાફિક સહિત વિવિધ શાખાઓએ અકસ્માતના કારણનો રિપોર્ટ તૈયાર કર્યો છે. 70 કિલોમીટરની મર્યાદા સામે કાર 120 કિલોમીટર આસપાસ હોવાનો અંદાજ છે. તથ્યનું લાયસન્સ લાંબા સમય સુધી રદ થઈ શકે છે.
આ પણ વાંચો : GMERSની મેડિકલ કોલેજોમાં થયો ફી વધારો, 5.50 લાખથી 17 લાખ સુધીની ફી લેવાશે
9 લોકોના મોતની ઘટનામાં વધુ સમય સુધી લાઇસન્સ રદ રહે તે પ્રકારની પ્રક્રિયા થઈ શકે છે. સામાન્ય રીતે ગુના પ્રમાણે ત્રણ માસથી લઈને ત્રણ વર્ષ સુધી લાઇસન્સ રદ કરવામાં આવતુ હોય છે. તેમજ જેગુઆર કારમાં HSRP નંબર પ્લેટ નહીં હોવા મામલે દંડ થઈ શકે છે.
RTO વિભાગ, ટ્રાફિક વિભાગના રિપોર્ટની રાહ જોઈ રહ્યુ છે. અગાઉ કેટલાક કેસમાં RTO વિભાગે એક વર્ષમાં 400થી વધુ લોકોના લાયસન્સ રદ કર્યા છે. અકસ્માતના કેસમાં, અકસ્માતમાં મોતના કેસમાં, ઓવર સ્પીડિંગના કેસ સહિત વિવિધ કેસોમાં RTO લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી છે.