Ahmedabad Breaking : સિવિલ નજીક દબાણ દૂર ગયેલા AMC ના DyMC રમ્ય ભટ્ટ પર હુમલો, અધિકારી થયા લોહી લુહાણ, જુઓ Video
અમદાવાદ સિવિલ હોસ્પિટલની આજુબાજુના વિસ્તારમાં દબાણ હટાવવા માટે તંત્રની ટીમ પહોંચી હતી. આ ડ્રાઈવ દરમ્યાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર હુમલાની ઘટના બની હતી. મહત્વનુ છે કે આ દબાણ દૂર કરવાની કામગીર દરમ્યાન પોલીસ પણ હાજર હતી. પોલીસની હાજરીમાં આ સમગ્ર ઘટના ઘટી છે. ટોળાએ હુમલો કરતા AMC ના DyMC ઇજાગ્રસ્ત થયા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલાન ઘટના સામે આવી છે. દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો થયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર લોહી લુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલ લઈ જવાયા છે. અજાણ્યા ટોળાએ હુમલો કરતાં વાતાવરણ તંગ બન્યું હતું.
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશની સાથી જજ સાથે ઉગ્ર દલીલ, પાછળથી વ્યક્ત કર્યો ખેદ
મહત્વનુ છે કે સિવિલની નજીકના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ કામગીરીને લઈ સમગ્ર તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે દબાણ હટાવવાની કાર્યાવહી શરૂ કરતાં ટોળાએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર હુમલો કર્યો. દબાણ દૂર કરતી ટીમ પર ટોળું બેકાબૂ બનતા પોલીસે કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પોલીસે જણાવ્યુ હતું.