Dahod : ખરેડી GIDCમાંથી ઝડપાયુ નકલી તેલ, દાહોદ SOGએ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, જુઓ Video

| Edited By: | Updated on: Dec 11, 2024 | 8:55 AM

દાહોદ SOGએ બાતમીના આધારે દાહોદના ખરેડી GIDC ખાતે આવેલા ન્યુ બાબાજી એન્ટર પ્રાઇઝ નામના કારખાનામાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી પામોલીન તેલ સહીત નકલી ખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો હતો.

ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થ મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે દાહોદમાંથી નકલી કર્મચારી, નકલી NA બાદ હવે નકલી ખાદ્ય તેલ ઝડપાયુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થતા અટાકવવામાં માટે દાહોદ SOGએ કડકડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  દાહોદ SOGએ બાતમીના આધારે દાહોદના ખરેડી GIDC ખાતે આવેલા ન્યુ બાબાજી એન્ટર પ્રાઇઝ નામના કારખાનામાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી પામોલીન તેલ સહીત નકલી ખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો હતો.

નકલી ખાદ્યતેલ ઝડપાયુ

પોલીસે કારખાનામાંથી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ, સ્ટીકરો સહિત અન્ય મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર પોલીસે 1 લાખ 17 હજાર રુપિયાનો તેલનો સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ કારખાના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.