Kheda : સેવાલિયા પોલીસે 50 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Dec 08, 2024 | 8:16 AM

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ખેડાના સેવાલિયા પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે.

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ખેડાના સેવાલિયા પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. 50 કિલો ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. કાર, મોબાઈલ સહિત 7 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે કારચાલક સહિત અન્ય એકની ધરપકડ કરી છે.

રાજકોટ નજીકથી ઝડપાયો હતો ગાંજાનો જથ્થો

બીજી તરફ આ અગાઉ રાજકોટના ગવરીદડ નજીક ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો.  SOGએ જગદીશ બિશ્નોઈ નામના શખ્સને 9 કિલો ગાંજા સાથે ઝડપ્યો હતો. મૂળ રાજસ્થાનનો આરોપી હાલ મોરબીનો રહેવાસી હોવાનું સામે આવ્યુ હતુ. રાજકોટ ડિલિવરી કરે તે પહેલા જ SOGની ટીમે ઝડપ્યો હતો. શખ્સ ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવા જતો હતો તે દિશા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.