Dahod : દેવગઢબારિયાના સીંગોર ગામમાં SOGના દરોડા, 216 ગાંજાના છોડ ઝડપાયા, જુઓ Video
ગુજરાતમાં નશાનું વાવેતર કરવા પર પ્રતિબંધ હોવા છતા કેટલીક વાર આ પ્રકારના વાવેતર ઝડપાતુ હોય છે. ત્યારે દાહોદના દેવગઢબારિયાના સીંગોર ગામમાં SOGના દરોડા પાડ્યા હતા. દેવગઢબારિયાના ઠુંડા ફળિયામાં ખેતરમાં વાવેતર કરેલા ગાંજાના 216 છોડ ઝડપાયા છે.
ગુજરાતમાં નશાનું વાવેતર કરવા પર પ્રતિબંધ હોવા છતા કેટલીક વાર આ પ્રકારના વાવેતર ઝડપાતુ હોય છે. ત્યારે દાહોદના દેવગઢબારિયાના સીંગોર ગામમાં SOGના દરોડા પાડ્યા હતા. દેવગઢબારિયાના ઠુંડા ફળિયામાં ખેતરમાં વાવેતર કરેલા ગાંજાના 216 છોડ ઝડપાયા છે. કુલ 13 લાખ 51 હજારથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.
ગુણા ગામે ડ્રોનની મદદથી ઝડપાઈ હતી ગાંજાની ખેતી
બીજી તરફ આ અગાઉ દાહોદમાં પોલીસે નશાનું વાવેતર શોધી કાઢવા ડ્રોન ટેક્નોલોજીની મદદ લીધી હતી. SOG પોલીસે દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોન કેમેરાની મદદથી ગાંજાની ખેતી ઝડપી પાડી હતી. આ સાથે જ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. ગુણા ગામના ગણિયા ફળિયાના ખેતરોમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી. SOGએ ગાંજાના અંદાજે 169 કિલોના 493 છોડ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.