ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા

|

Oct 13, 2024 | 12:17 PM

હાલમાં ઉકાઈ ડેમ ખાતે તાપી નદીમાં ઉપરવાસમાંથી 1 લાખ 13 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ઉકાઈ ડેમની જળ સપાટી 344. 96 ફુટે પહોચી હતી. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફુટ છે.

તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ જળાશયમાં ઉપરવાસના ભારે વરસાદનું પાણી આવતા, સિંચાઈ વિભાગે, ઉકાઈ ડેમના 10 દરવાજા પાંચ ફુટ ખોલીને 1 લાખ 13 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને પગલે, તાપી નદીના ઉપરવાસ એવા મહારાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદને કારણે, ઉકાઈ ડેમ ખાતે 1 લાખ 13 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે, ઉકાઈ ડેમની જળસપાટી ભયજનક સપાટીની ખૂબ જ નજીક પહોચી હોવાથી સિંચાઈ વિભાગે ઉકાઈ ડેમના દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.

હાલમાં ઉકાઈ ડેમ ખાતે તાપી નદીમાં ઉપરવાસમાંથી 1 લાખ 13 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ઉકાઈ ડેમની જળ સપાટી 344. 96 ફુટે પહોચી હતી. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફુટ છે. આથી સિંચાઈ વિભાગે, ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી જેટલા પાણીની આવક થઈ રહી છે એટલું જ પાણી તાપી નદીમાં છોડીને ડેમની જળસપાટી જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.

સિંચાઈ વિભાગ દ્વારા, ઉકાઉ ડેમના 10 દરવાજા પાંચ ફુટ ખોલીને પ્રતિ કલાકે 1 લાખ 13 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

Next Video