Independence Day: લાલ કિલ્લા પરથી સાંભળી શકો છો તમારો અવાજ, રાષ્ટ્રગીત ગાઈને વીડિયો વેબસાઈટ પર અપલોડ કરોઃ સાંસ્કૃતિક પ્રધાન જી કિશન રેડ્ડી
સરકાર દ્વારા લોકોને www.rashtragaan.in પર વીડિયો અપલોડ કરવાનો અનુરોધ કરાયો છે. રાષ્ટ્રગીતને રેકોર્ડ કરવાનુ ઓપ્શન પણ વેબસાઈટ ઉપર છે. રાષ્ટ્રગીતવાળા વીડિયોનુ સંકલન કરીને 15 ઓગસ્ટે લાઈવ દર્શાવાશે
સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. કેન્દ્ર સરકાર આ વખતે સ્વતંત્રતા દિવસને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહી છે. આ મહોત્સવની ઉજવણીમાં લોકોની ભાગીદારી વધારવા માટે કેટલાક કાર્યક્રમો આયોજીત કર્યા છે. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે રાષ્ટ્રગીતને જોડીને એક અનોખી પહેલ કરી છે. જેના ભાગરૂપે, 75માં આઝાદી દિવસની ઉજવણીમાં દેશના નાગરિકોને પણ જોડવામાં આવશે. જેથી દરેક ભારતીયોમાં ગર્વ અને એકતાની ભાવના વધુ મજબૂત કરી શકાય.
ભારતને આઝાદ થયાને 75 વર્ષ પૂરા થતા હોવાથી સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામા આવી રહી છે. 15 એગસ્ટને ળઈને ભારત સરકારે રાષ્ટ્રગીતની એક વેબસાઈટ બનાવી છે. જ્યા લોકો પોતાના અવાજમાં ગાયેલ રાષ્ટ્રગીતનો વીડિયો અપલોડ કરી શકે છે. સરકાર દ્વારા લોકોને વીડિયો અપલોડ કરવા જણાવ્યુ છે. જેમાં રાષ્ટ્રગીતને રેકોર્ડ કરવાનુ ઓપ્શન પણ આ વેબસાઈટમાં છે.
રાષ્ટ્રગીતનો વીડિયો 15 ઓગસ્ટે લાઈવ દર્શાવાશે
રાષ્ટ્રગીત ગાઈને અપલોડ કરેલ તમામ વીડિયોનું સંકલન કરીને 15 ઓગસ્ટ 2021ના રોજ લાઈવ દર્શાવાશે. આ અનોખી પહેલની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 જુલાઈએ મન કી બાત કાર્યક્રમમાં આઝાદીના અમૃત મહોત્સવના એકભાગ સ્વરૂપે કરી હતી. સાંસ્કૃતિક પ્રધાન જી કિશન રેડ્ડીએ (G Kishan Reddy) એ કહ્યુ કે, આપણુ રાષ્ટ્રગીત રોજે રોજ સ્કુલમાં ગાવવામાં આવે છે.
જી કિશન રેડ્ડીએ (G Kishan Reddy) રાષ્ટ્રગીત સાથે જોડાયેલી આ અનોખી પહેલ સાથે જોડાવવા સૌને અપીલ કરી છે. તેમણે કહ્યુ કે, હુ બધાને અપીલ કરુ છુ કે, પોતાના ફોનમાં રાષ્ટ્રગીત ગાઈને તેનો વીડિયો rashtragaan.in ઉપર અપલોડ કરે. આ વીડિયો સ્વતંત્રતા દિવસે લાલકિલ્લા અને એરપોર્ટ પર દેખાડાશે. બધાને અપીલ છે કે, રાજનીતિથી ઉપર ઉઠીને આ પહેલનો સૌ કોઈ ભાગ બને. આ જનતાનો મહોત્સવ બનવો જોઈએ, સરકારનો ઉત્સવ નહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, રાષ્ટ્રગીતમાં તમામની ભાગીદારી હોવી જોઈએ. તેથી જ આ કાર્યક્રમ રાખ્યો છે. કારણ કે દેશની જનતા માટે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજથી વધુ કાઈ નથી. વડાપ્રધાને કહ્યુ હતુ કે, સાસ્કૃતિક મંત્રાલયનો પ્રયાસ છે કે વધુને વધુ માત્રામાં ભારતીયો એકસાથે રાષ્ટ્રગીત ગાય. એટલા માટે એક વેબસાઈટ (www.RASHTRAGAAN.IN) પણ બનાવાઈ છે. આ વેબસાઈટની મદદથી રાષ્ટ્રગીતનો વીડિયો અપલોડ કરી શકો છો અને તેમાં રેકોર્ડ પણ કરી શકો છો. રાષ્ટ્રગીત ગાઈને તમે આ અનોખી પહેલનો ભાગ બની શકો છો.
આ પણ વાંચોઃ BCCI: ટીમ સિલેકશન કમિટીમાં કરાશે ફેરફાર, જે આગામી વર્ષે રમાનાર વિશ્વકપની ટીમ પસંદ કરશે