સુરત ચૌટા બજારમાં દર્દીને લેવા આવેલી એમ્બ્યુલન્સ ફસાઈ, દબાણ અને ટ્રાફિકના કારણે રસ્તો સાંકડો થતા સર્જાઈ હાલાકી- જુઓ વીડિયો

|

Dec 26, 2023 | 10:56 PM

સુરતમાં ચૌટા બજારમાં દબાણને કારણે આમ લોકોને ભારે હાલાકી સહન કરવી પડે છે. રસ્તો સાંકડો થઈ જતા મોટા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ચૌટા બજારમાં દબાણને કારણે રસ્તો સાંકડો થતા દર્દીને લેવા નીકળેલી એમ્બ્યુલન્સ અડધો કલાક સુધી ફસાઈ રહી હતી. ટ્રાફિકમાંથી માંડ માંડ એમ્બ્યુલન્સને રસ્તો મળતા તે પસાર થઈ શકી હતી.

ડાયમંડ નગરી અને ડ્રીમ સિટી કહેવાતા સુરતમાં ઈન્ટરનેશનલ કક્ષાનું સૌથી મોટુ ડાયમંડ બુર્સ તો બની ગયુ પરંતુ અમુક વિસ્તારો હજુ એવા છે જ્યાં રોડ રસ્તાની સામાન્ય સુવિધા પણ લોકોને સરખી નથી મળતી. ચૌટા બજારની વાત કરીએ તો અહીં સ્થાનિકોને દબાણ અને ટ્રાફિકના કારણે ભારે હાલાકી પડી રહી છે. દબાણની સમસ્યા એટલી હદે માજા મુકી ચુકી છે કે અહીં દર્દીને લેવા આવેલ એમ્બ્યુલન્સ પણ અડધો કલાક સુધી ફસાઈ રહી હતી. આટલી હદે સમસ્યાઓ હોવા છતા તંત્રને દબાણ હટાવવામાં કોઈ રસ ન હોય તેવુ પ્રતિત થઈ રહ્યુ છે. દબાણને કારણે રોડ સાંકડો થઈ જતા ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે અને અહીંથી પસાર થનારાઓના સમયનો પણ ભારે વ્યય થાય છે.

તંત્ર દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરે તેવી સ્થાનિકોની માગ

સ્થાનિકો જણાવે છે કે એમ્બ્યુલન્સ ફસાઈ એ કોઈ પ્રથમ ઘટના નથી. છેલ્લા કેટલાય સમયથી હાલાકી પડી રહી છે. બજારમાં દબાણો વધી જતા ટ્રાફિક સર્જાય છે જેના કારણે ઈમરજન્સી સમયે બોલાવેલા એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ સમયસર આવી શક્તા નથી. ત્યારે હવે તંત્રની આંખ આ સમસ્યા સામે ક્યારે ખૂલે છે અને સ્થાનિકોની સમસ્યાનો ક્યારે નિકાલ આવે તે જોવુ રહ્યુ. સ્થાનિકોની માગ છે કે તંત્ર નીંદ્રામાંથી જાગે અને દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરે જેથી કરીને ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે.

વર્ષોથી લોકો દબાણની સમસ્યાથી પરેશાન

ચૌટા બજાર માર્કેટની અંદર ઘણા વર્ષોથી સ્થાનિક લોકોની રજૂઆત છે કે દુકાનની બહાર જે સ્ટોલો કે લારી લગાવવામાં આવતી હોય છે તેના કારણે રોડ રસ્તા સાંકડા થતા હોય છે અને ત્યારબાદ ટ્રાફિકની સમસ્યા થતી હોય છે જેથી એક કિલોમીટરના રોડમાં લોકોને અવરજવર કરવી મુશ્કેલ છે, સાથે પોતાના વાહનો લઇ પસાર થવું તે પણ એક મુશ્કેલીનો સામનો કરવો પડતો છે તો આ દબાણ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવે. ત્યારે હવે જો રહ્યું કે મહાનગરપાલિકાના કમિશનર આમ તો બીજા વિસ્તારોની અંદર જોરશોરથી દબાણ દૂર કરવા માટે કર્મચારીઓને કામે લગાડ્યા છે તો હવે આ માર્કેટની અંદર કર્મચારીઓને આ દબાણ દૂર કરવા માટેનું સૂચન ક્યારે કરશે? તે એક મોટો સવાલ ઊભો થયો છે

આ પણ વાંચો : મહેસાણા: કડીમાં રાશનની દુકાનમાંથી પ્લાસ્ટિકના ચોખા મળ્યાના આક્ષેપો પર દુકાનદારે કરી આ સ્પષ્ટતા- જુઓ વીડિયો

 

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video