ખાદ્યતેલમાં સ્ટોક નિયંત્રણના કેન્દ્ર સરકારના નિર્ણય પર ગુજરાતમાં ઉઠયા વિરોધના સૂર

|

Oct 11, 2021 | 11:45 AM

ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશન દ્વારા નિયંત્રણ ન નાખવાની કરી માંગ કરાઈ છે. આ અંગે પ્રમુખ સમીર શાહે પુરવઠા અધિકારી અને વડાપ્રધાનને પત્ર લખ્યો છે.

કેન્દ્ર સરકારે ખાદ્યતેલના( Edible Oil)ભાવ પર નિયંત્રણ લાવવા ગુજરાત( Gujarat)સરકારને ખાદ્યતેલમાં સ્ટોક નિયંત્રણ કરવાના આદેશ આપતા ઓઇલ મિલરોમાં વિરોધનો સૂર જોવા મળ્યો છે.ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશન દ્વારા નિયંત્રણ ન નાખવાની કરી માંગ કરાઈ છે. આ અંગે પ્રમુખ સમીર શાહે પુરવઠા અધિકારી અને વડાપ્રધાનને પત્ર લખ્યો છે.

તેમજ ગુજરાતના ખાદ્યતેલોમાં નિયંત્રણ ન લાદવા કરી માંગ કરી છે. તેમજ દાવો કરાયો છે કે જો સિંગતેલમાં સ્ટોક નિયંત્રણ કરવામાં આવશે તો ખેડૂતોને નુકસાન થશે

ઉલ્લેખનીય છે કે, તહેવારોની મોસમ શરૂ થતાની સાથે જ ખાદ્યતેલમાં ફરી ભાવ વધારો થયો છે.મોઘવારી વધતા ગૃહિણીઓનાં બજેટ ખોરવાઈ ગયાં છે.એવામાં સરકારે ખાધતેલના ભડકે બળતા ભાવને કાબૂમાં લેવા માટે સ્ટોકમર્યાદા લાદી છે. ગ્રાહક બાબતોના વિભાગ, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી સ્ટોમર્યાદા ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. સરકારે ૮મી ઓક્ટોબરથી NCDEXમાં સરસવનું તેલ તેમજ તેલીબિયાંના વાયદાના વેપાર પર રોક લગાવી છે. સરકારને આશા છે કે સ્ટોકમર્યાદા લાદવામાં આવ્યા પછી ખાદ્યતેલના ભાવ ઘટશે અને આમઆદમીને રાહત મળશે.જોકે હાલ તો સમગ્ર દેશમાં છેલ્લા એક વર્ષમાં ખાધતેલના ભાવમાં ૪૬.૧૫ ટકાનો વધારો થતા લોકોની હાલાકી વધી છે.

આ પણ વાંચો : ભાવનગરના ઘોઘાથી હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસનો દશેરાથી પુન: પ્રારંભ થશે

આ પણ વાંચો :કોડીનારમાં અચાનક વરસાદથી માર્કેટ યાર્ડ બહારનો મગફળીનો જથ્થો પાણીમાં પલળ્યો

Next Video