અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, કુલ 14 સ્થળોએ દરોડા-સર્વેની કામગીરી

| Edited By: | Updated on: Nov 16, 2021 | 2:07 PM

બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા માણેકચંદનાં ડિલર મુસ્તફા શેખને ત્યાં તવાઇ બોલાવવામાં આવી છે.મુસ્તફા શેખ અને તેમના ભાગીદારોને ત્યાં તપાસ હાથ ધરી છે.

અમદાવાદ(Ahmedabad)માં ઇન્કમ ટેક્સ(Income tax) વિભાગે મોટી કાર્યવાહી(Proceedings) હાથ ધરી છે. વહેલી સવારથી જ ઇન્કમ ટેક્સ(Income tax)વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યુ છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા માણેકચંદનાં ડિલર મુસ્તફા શેખ અને તેમના ભાગીદારોને ત્યાં તવાઇ બોલાવવામાં આવી છે.

ઇન્કમ ટેક્સ વિભાગે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના પાલડી, કાલુપુર, આશ્રમરોડ વિસ્તારમાં આવેલી ઓફિસ અને રહેઠાણ સહિત કુલ 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. IT વિભાગે મુસ્તફા શેખ અને તેમના ભાગીદારોને ત્યાં તપાસ હાથ ધરી છે.

મંગળવારે સવારે 7 વાગ્યાથી જ ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા અને તપાસની કાર્યવાહી શરુ કરી દીધી છે. પાલડીમાં આવેલા મહારાણા કોમ્પલેક્સમાં મુસ્તફા શેખની ઓફિસમાં ઇન્કમ ટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં આ ડિલર અને તેની સંસ્થા સાથે સંકળાયેલા લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી ઇન્કમ ટેક્સની કાર્યવાહીમાં ટેક્સ ચોરી અંગે કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. નિવેદન નોંધીને ઇન્કમ ટેક્સ વિભાગ આગળની કાર્યવાહી કરી રહી છે.

અગત્યની વાત એ છે કે દરોડા અને તપાસની સમગ્ર કાર્યવાહીમાં ઇન્કમ ટેક્સ વિભાગની વડોદરા અને સુરતની ટીમ જોડાયેલી છે. જો કે હજુ સુધી કર ચોરી અંગે કોઇ અગત્યની માહિતી બહાર આવી નથી પરંતુ કાર્યવાહી બાદ સમગ્ર માહિતી બહાર આવી શકે તેમ છે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારની જાહેરાત: ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ કરનારા સામે કરાશે પાસા, ખાતરની તંગી નહી સર્જાય

આ પણ વાંચોઃ તમારા બાળકોનું રાખજો ધ્યાન, ગીરસોમનાથમાં અપહૃત બાળકી મળી, ભિક્ષાવૃતિ માટે અપહરણ થયાનો પર્દાફાશ

 

Published on: Nov 16, 2021 01:09 PM