ATM ના ઉપયોગની મદદના બહાને શિકાર બનાવતો ભેજાબાજ ઝડપાયો, 14 વર્ષથી આચરતો છેતરપિંડી
14 વર્ષથી આચરતો છેતરપિંડી

Follow us on

ATM ના ઉપયોગની મદદના બહાને શિકાર બનાવતો ભેજાબાજ ઝડપાયો, 14 વર્ષથી આચરતો છેતરપિંડી

| Edited By: | Updated on: Jan 10, 2024 | 5:07 PM

ATM કાર્ડની અદલાબદલી કરીને છેતરપીંડી કરતા ઓરિસ્સાના યુવકની પોલીસે ધરપકડ કરી છે. મોજશોખ અને બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા આરોપી ATMમાં પૈસા ઉપાડવા જતા લોકોને ટાર્ગેટ કરતો હતો. રાજ્યભરમાં ATM સેન્ટરમાં મદદના બહાને છેતરપીંડી કરતો આરોપી હવે પોલીસની પકડમાં આવી ચુક્યો છે અને તેણે અનેક શહેરોમાં છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી સંભવ આચાર્ય છે. જે બ્રાન્ડેડ કપડાં અને વસ્તુઓનો શોખ પૂરો કરવા ATM કાર્ડની અદલા બદલી કરીને પિન નંબર મેળવી છેતરપિંડી આચરતો હતો. આરોપી સંભવ આચાર્ય છેલ્લા 14 વર્ષ થી રાજ્યભરમાં અલગ અલગ શહેરો માં ATM સેન્ટર પર જઈ ને છેતરપિંડી કરતો. આરોપી ની મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો આરોપી સંભવ મૂળ ઓરીસ્સા નો રહેવાસી છે.

વર્ષ 2010થી ઓરીસ્સા માં એક ATM સેન્ટર પર જઇ મદદ કરવાના બહાને ગ્રાહક ના ATM કાર્ડ અદલા બદલી કરી પિન નંબર મેળવી લઈને પૈસા ઉપાડી લીધા હતા. જે બાદ આરોપી સંભવ પોતાના મોજશોખ પુરા કરવા માટે અન્ય રાજ્યોમાં જઈને ATM મશીનમાં લોકોને મદદ કરવાના બહાને ATM કાર્ડ અદલા બદલી કરીને પિન નંબર મેળવીને પૈસા ઉપાડી લેતો. કેટલીક વાર ATM કાર્ડ થી બ્રાન્ડેડ કપડાં અને વસ્તુઓ ખરીદતો હતો. આવી જ રીતે અમદાવાદના જુદા જુદા વિસ્તારો માં ATM સેન્ટર જઇ ATM કાર્ડ મેળવી છેતરપિંડી આચરી છે.

ATM કાર્ડ ની અદલા બદલી કરતો

પકડાયેલ આરોપી સંભવ ની તપાસમાં સામે આવ્યું કે તેની માતા બીમાર રહેતી હતી અને પોતે પણ ડાયાબિટીસ દર્દી હતો. જેથી પૈસાની જરૂરિયાત અને પોતાના મોજશોખ પુરા કરવા ATM સેન્ટર માં આવતા લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, સૌ પ્રથમ તેને ઓરિસ્સા માં એક વ્યક્તિને મદદ કરવાના બહાને ATM કાર્ડ ની અદલા બદલી કરીને પૈસા ઉપાડી દીધા હતા. આ ગુનો તેની માટે એટલો સરળ બન્યો કે પછી તેને ઓરિસ્સા માં 18 ગુના આચર્યા બાદ મહારાષ્ટ્ર માં 6 અને ગુજરાતમાં 12 જેટલા ગુના આચર્યા હતા.

અમદાવાદ માં ATM સેન્ટર પર છેતરપિંડી કર્યા બાદ આરોપી સંભવ સીધો રાજસ્થાન જવાનો હતો. જ્યાં પણ ATM સેન્ટર પર મદદ કરવા બહાને લોકો ના ATM કાર્ડ પિન નંબર મેળવી છેતરપિંડી કરવાનો હતો. પરંતુ તે પહેલા જ કારંજ પોલીસ એ આરોપી સંભવ આચર્યા ની ધરપકડ કરી. તેની પાસેથી 21 ATM કાર્ડ, રોકડ 25 હજાર, મોબાઈલ અને સોના ની વિટી મળી કુલ 1.04 લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો છે.

આરોપી સંભવ મોટા ભાગે SBI બેન્ક ના ATM સેન્ટર ટાર્ગેટ કરતો હતો જેમાં પોલીસે સીસીટીવી આધારે તપાસ કરતા આરોપી વૃદ્ધ અને આધેડ લોકોને મદદ કરવાના બહાને છેતરપિંડી કરતો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ કારંજ પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી ને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ

 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jan 10, 2024 04:09 PM