Ahmedabad : કે. ડી. હોસ્પિટલે મેદસ્વિતાથી પિડાતા 30 જેટલા લોકોના નજીવા ખર્ચે ઓપરેશન કરી સર્જ્યો નવો રેકોર્ડ
મેદસ્વિતાને કારણે જ બીપી, ડાયાબિટીસ સહિતની સમસ્યા વધતી હોય છે. કોરોના કાળમાં મેદસ્વી લોકોની હોસ્પિટલમાં સારવાર અને મૃત્યુના કેસ વધી ગયા હતા.
અમદાવાદની કે. ડી. હોસ્પિટલમાં એક જ દિવસમાં 30 દર્દીની સફળતાપૂર્વક બેરિયાટ્રીક સર્જરી કરવામાં આવી છે. આ દરેક ઓપરેશન નજીવા ખર્ચે કરવામાં આવ્યા છે. દરેક સર્જરી પાછળ આશરે 48 મિનિટનો સમય લાગ્યો હતો. ઓપરેશન બાદ મેદસ્વિતાથી પરેશાન 30 વ્યક્તિઓને સર્જરી થકી વજન ઘટાડવામાં સફળતા મળી. તેઓ પોતાના રોજિંદા કામ કે વ્યવસાયમાં પણ પરેશાન રહેતા હતા.
મેદસ્વિતાને કારણે જ બીપી, ડાયાબિટીસ સહિતની સમસ્યા વધતી હોય છે. કોરોના કાળમાં મેદસ્વી લોકોની હોસ્પિટલમાં સારવાર અને મૃત્યુના કેસ વધી ગયા હતા. અમદાવાદની કે. ડી. હોસ્પિટલની પહેલથી જરૂરિયાતમંદ દર્દી સસ્તામાં બેરિયાટ્રીક સર્જરી કરાવી શક્યા.
ડૉ. મનીષ ખેતાન જેઓ ઓબેસીટીના ડાયરેક્ટર તથા કે ડી હોસ્પિટલ ખાતે બેરીયાટ્રિક સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ છે. તેમણે પોતાની ટીમ સાથે આ વિશિષ્ટ પહેલ કરી છે જેમને અગાઉ પણ 27 બેરીયાટ્રિક સર્જરી એક જ દિવસમાં કરી હતી. ડૉ. ખેતાન 700 કરતાં વધુ સફળ બૅરીયાટ્રિક સર્જરીનો અનુભવ ધરાવે છે તેઓ મેદસ્વિતા અંગે જાગૃતિ લાવવા માટે તેઓ મક્કમ છે.