Supreme Court : મંદિર કે મસ્જિદ? વર્શિપ એક્ટ પર મહત્વનો નિર્ણય, જુઓ Video

| Updated on: Dec 12, 2024 | 10:34 PM

સુપ્રીમ કોર્ટે પૂજા સ્થળો અંગેના વિવાદોમાં મહત્વનો નિર્ણય આપ્યો છે. 18 થી વધુ વિવાદિત કેસો ચાલુ હોવાથી નવી અરજીઓ પર રોક લગાવાઈ છે. કેન્દ્ર સરકારે ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો છે.

કોઇપણ ધાર્મિક જગ્યા એ મંદિર છે કે મસ્જીદ એ નક્કી સુપ્રિમ કોર્ટ પોતે જ કરશે. આજે વર્શિપ એક્ટ મુદ્દે સુપ્રિમમાં મહત્વની સૂનાવણી કરવામાં આવી.

વિવિધ 18થી વધુ વિવાદિત જગ્યાઓના કેસ હાલમાં ચાલુ છે..જે મુદ્દે સુપ્રિમે કહ્યું છે કે તમામ કેસની સુનાવણી પૂરી ના થાય ત્યાં સુધી નવી અરજી કરવી નહી. કેન્દ્રએ હવે 4 અઠવાડિયામાં જવાબ ફાઇલ કરવાનો છે.

જો કે આજના નિર્દેશને મુસ્લિમ પક્ષ પોતાની જીત ગણાવી રહ્યો છે..મુસ્લિમ પક્ષે સર્વેના કામ પર બ્રેક મારવાની અપીલ કરી તો હિન્દુ પક્ષ સર્વે યથાવત રાખવાની અપીલ કરી કરી હતી.

Published on: Dec 12, 2024 10:34 PM