આસામના બગીચાથી સવારની ચાની ચુસકી બનવાની સફર સહેલી નથી,આ 5 જટિલ પ્રક્રિયામાંથી પસાર થઇને તૈયાર થાય છે ચા, જુઓ Video

| Edited By: | Updated on: Sep 30, 2024 | 3:34 PM

આસામ ખાસ કરીને ચાના બગીચાઓ માટે જ જાણીતું છે. લીલાછમ બગીચાઓમાં ચાના પાંદડા તોડતા લોકો પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.તેની સમૃદ્ધ રંગીન અને સુગંધિત ચા માટે વૈશ્વિક સ્તરે જાણીતો, આસામનો ચા ઉદ્યોગ દેશનો સૌથી મોટો ઉદ્યોગ છે. આસામનો ચા ઉદ્યોગ લાખો લોકોને આજીવિકા પૂરી પાડે છે. આસામની મોટી વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચાના બગીચાઓ પર નિર્ભર છે.

ભારતમાં તો ચા એટલે જાણે કે રાષ્ટ્રીય પીણું. દેશના કોઈપણ ખુણે જાઓ તમારૂ સ્વાગત કરવા માટે ચા અંગે તો પુછવામાં આવશે જ. દેશભરમાં મોટાભાગના લોકો ચા રસિક જોવા મળે છે. તેમાં પણ ગુજરાતીઓની સવાર તો ચા વિના જાણે પડતી જ નથી. ભારત ચા ઉત્પાદક દેશોમાં અગ્રેસર છે. આસામ છેલ્લા 200 વર્ષથી ચાનું ઉત્પાદન કરે છે. જો કે ખૂબ ઓછા લોકો જાણે છે કે આસામના બગીચાના આ પાન સવારની ચાની ચુસકી બનવા સુધીમાં કેટલી જટિલ પ્રક્રિયામાંથી પસાર થાય છે.

આસામ ખાસ કરીને ચાના બગીચાઓ માટે જ જાણીતું છે. લીલાછમ બગીચાઓમાં ચાના પાંદડા તોડતા લોકો પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.તેની સમૃદ્ધ રંગીન અને સુગંધિત ચા માટે વૈશ્વિક સ્તરે જાણીતો, આસામનો ચા ઉદ્યોગ દેશનો સૌથી મોટો ઉદ્યોગ છે. આસામનો ચા ઉદ્યોગ લાખો લોકોને આજીવિકા પૂરી પાડે છે. આસામની મોટી વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચાના બગીચાઓ પર નિર્ભર છે. આસામ ઓર્થોડોક્સ અને સીટીસી (ક્રશ, ટીયર, કર્લ) બંને પ્રકારની ચા માટે પ્રખ્યાત છે.

આસામ વિશ્વનો બીજો સૌથી મહત્વપૂર્ણ ચા ઉત્પાદક દેશ

સમગ્ર વિશ્વમાં ચાનું ઉત્પાદન એક રિપોર્ટ મુજબ વાર્ષિક 3.15 મિલિયન ટન હતું. ભારત મુખ્ય ચા ઉત્પાદક દેશોમાંનો એક છે. આસામની વસ્તીના 5 માં ભાગના લોકો ચાના ક્ષેત્રમાં કામ કરે છે. જે એક મોટી સંખ્યા છે. ચીન પછી, આસામ વિશ્વનો બીજો સૌથી મહત્વપૂર્ણ ચા ઉત્પાદક દેશ છે. આસામમાંથી ચાની નિકાસ ઘણા દેશોમાં થાય છે. આમાં રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, ઈરાન અને અન્ય ઘણા દેશોનો સમાવેશ થાય છે.એવું માનવામાં આવે છે કે આસામમાં દર વર્ષે 500 મિલિયન કિલોગ્રામથી વધુ ચાનું ઉત્પાદન થાય છે.

જાણો કઇ રીતે બને છે ચા

સીટીસી પદ્ધતિની શોધ 1930માં આસામમાં સર વિલિયમ મેકકરચર દ્વારા કરવામાં આવી હતી. સીટીસી એ ચાની પ્રક્રિયા કરવાની એક પદ્ધતિ છે, જેમાં ચાના પાંદડા રોલરોમાંથી પસાર થાય છે. આ રોલરોમાં તેની ધાર હોય છે જે પાંદડાને કચડી નાખે છે, ફાડી નાખે છે અને કર્લ કરે છે, તેને નાના, સખત ગોળીઓમાં ફેરવે છે, જે મજબૂત સ્વાદ ધરાવે છે અને ટી બેગ માટે યોગ્ય છે.

5 પ્રક્રિયામાંથી પસાર કરીને ચા નો દાણો તૈયાર થાય છે. જેમાં પહેલા છોડ ને કટિંગ કરીને એને થોડી હિટ આપીવામાં આવે છે.
તેનો ભુક્કો થઈ જાય એટલે તેને પાથરી દેવામાં આવે છે. ભીનો દાણો બ્રાઉન કલરમાં હોય છે એને 12 કલાક કુદરતી વાતાવરણમાં રાખવાથી બ્રાઉન દાણો કાળો પડી જાય છે. આમ સંપૂર્ણ ઓર્ગેનિક રીતે તૈયાર થાય છે ચા.