Ramayan Katha : આજની કથામાં જાણીશું કે, હનુમાનજીની ઉપસ્થિતિના કારણે મૃત્યુના દેવતા કાળદેવ શા માટે અયોધ્યામાં પ્રવેશ કરી શકતા ના હતા.
એવુ કહેવામાં આવે છે કે, હનુમાનજીથી મોટા કોઈ ભક્ત નથી. હનુમાનજી હંમેશા તેમના આરાધ્ય ભગવાન શ્રી રામની નજીક રહેતા હતા. ભગવાન શ્રી રામ પણ હનુમાનજીને તેમના ભાઈની જેમ પ્રેમ કરતા હતા. હનુમાનજીની આ ભક્તિના કારણે જ મૃત્યુના દેવતા, કાળદેવને અયોધ્યા પ્રવેશ કરવામાં ભય લાગતો હતો.
આપણે જાણીએ છીએ કે, જે મનુષ્યએ આ પૃથ્વી પર જન્મ લીધો છે તેમનું મૃત્યુ નિશ્ચિત છે અને એક દિવસ આ લોક છોડીને જવું પડે છે. આ નિયમ ભગવાન શ્રી રામ પર પણ લાગુ પડે છે, કારણ કે ત્રેતા યુગમાં ભગવાન રામે મનુષ્ય સ્વરૂપમાં અવતાર ધારણ કર્યો હતો.
ભગવાન રામના પૃથ્વી પર આગમનનો હેતુ પૂરો થયો, ત્યારે તેમણે પૃથ્વી લોક છોડવાનો નિર્ણય કર્યો. ભગવાનને ખ્યાલ હતો કે, જ્યાં સુધી હનુમાનજી તેમની સાથે છે, ત્યાં સુધી કાલદેવ તેમને આ પૃથ્વી પરથી લઈ જઈ શકતા નથી. શ્રી રામ જાણતા હતા કે, તેમના આ લોક છોડવાની વાત જો હનુમાનજીને ખબર પડશે, તો તે સમગ્ર પૃથ્વી લોકમાં ખળભળાટ મચાવી દેશે.
જે દિવસે કાળદેવ ભગવાનને લેવા અયોધ્યા ( Ayodhya ) આવવાના હતા, તે સમયે ભગવાન રામે હનુમાનજીને ત્યાથી દૂર મોકલવાની યોજના બનાવી. શ્રી રામે તેની વીંટી મહેલની જમીન પર તિરાડમાં નાખી અને હનુમાનજીને તે બહાર કાઢવાનો આદેશ આપ્યો. વીંટીને બહાર કાઢવા માટે, હનુમાનજીએ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યું. હનુમાનજીએ તિરાડની અંદર પ્રવેશ્યા ત્યારે તેમને સમજાયું કે, આ તો એક સુરંગ છે જે નાગ લોક તરફ જાય છે.
નાગ લોક પહોંચી હનુમાનજી નાગરાજ વાસુકીને મળ્યા. વાસુકીએ હનુમાનજીને નાગ લોકમાં આવવાનું કારણ પૂછ્યું, ત્યારે હનુમાનજીએ કહ્યું કે, ભગવાન શ્રી રામની વીંટી અહીં તિરાડ દ્વારા આવી છે, તેથી તેની શોધમાં હું અહીં આવ્યો છું. ત્યારબાદ વાસુકી હનુમાનજીને નાગ લોકમાં આવેલા વીંટીના એક મોટો ઢગલા પાસે લઈ ગયા અને કહ્યું કે તમને અહીથી ભગવાન રામની વીંટી મળી જશે. વીંટીના ઢગલાને જોઇ હનુમાનજી મુંઝાયા કે આટલા મોટા ઢગલામાંથી ભગવાન રામની વીંટી કેવી રીતે શોધવી?
પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.
આ કથા પણ વાંચો : Ramayan Katha : રામાયણ કાળના ભગવાન શિવના દિવ્ય ધનુષના રહસ્યની કથા, વાંચો આ પોસ્ટમાં