Video: નવરાત્રી દરમિયાન માતા વૈષ્ણો દેવી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું, જુઓ વીડિયો
જમ્મુ અને કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરને 22 ઓક્ટોબરે નવરાત્રીના અવસર પર ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. નવરાત્રીના કારણે, અહીં ભક્તો અને દર્શનાર્થીઓની ભીડ રહે છે. આમ તો સમગ્ર વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ માતાના દર્શનનો લાભ લે છે. પરંતુ હાલમાં નવરાત્રીના કારણે ભક્તો વિશેષ પૂજા-અર્ચના માટે અહી આવે છે. નવરાત્રીની ઉજવણી સમગ્ર ભારતમાં ખૂબ જ ધૂમધામથી કરવામાં આવે છે.
જમ્મુ અને કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરને (Mata Vaishno Devi Temple) 22 ઓક્ટોબરે નવરાત્રીના અવસર પર ફૂલોથી (Flowers) શણગારવામાં આવ્યું હતું. નવરાત્રીના કારણે, અહીં ભક્તો અને દર્શનાર્થીઓની ભીડ રહે છે. આમ તો સમગ્ર વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ માતાના દર્શનનો લાભ લે છે. પરંતુ હાલમાં નવરાત્રીના કારણે ભક્તો વિશેષ પૂજા-અર્ચના માટે અહી આવે છે. નવરાત્રીની ઉજવણી સમગ્ર ભારતમાં ખૂબ જ ધૂમધામથી કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ અને 24 ઓક્ટોબર સુધી ચાલશે.
આ પણ વાંચો : Video: નવરાત્રીના પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા માતા વૈષ્ણો દેવી મંદિરમાં દર્શન, જુઓ વીડિયો
નવરાત્રિના પવિત્ર અવસરે માતા વૈષ્ણોદેવીના દરબારમાં ઉજવણી અને ઉત્સાહનો માહોલ છે. સમગ્ર મંદિર પરિસરમાં ‘જય માતા દી’ના નારા ગુંજી રહ્યા છે. માતાના મંદિરને દેશ-વિદેશથી લાવેલા ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ સાથે કટરાથી શરૂ થતા માતા રાનીના પવિત્ર યાત્રા માર્ગને પણ શણગારવામાં આવ્યો છે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો