આજનું હવામાન : રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી, ક્યાં જિલ્લામાં કેટલો રહેશે ઠંડીનો પારો, જુઓ વીડિયો

| Updated on: Jan 17, 2024 | 9:54 AM

આજે અમદાવાદ, અમરેલી, કચ્છ, મોરબી, નર્મદા, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરુચ, બોટાદ, જામનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે બુધવારે કડકડતી ઠંડીનો અનુભવ થશે. આજે અમદાવાદ, અમરેલી, કચ્છ,મોરબી,નર્મદા, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરુચ, બોટાદ, જામનગર,જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

બીજી તરફ બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ 

રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગુજરાતના 10 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે. તેમજ 3 દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 4.5 ડિગ્રી ગગડ્યો છે. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 11.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ 9.8 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગર ઠંડુ શહેર બન્યુ છે. આ ઉપરાંત નલિયામાં 10.8 અને ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો