વડોદરા બાદ મહિસાગરમાં વિદ્યાર્થીઓ કેનાલમાં ડૂબ્યા, એકનું મોત, જુઓ વીડિયો

|

Jan 20, 2024 | 9:38 AM

વડોદરા બાદ મહીસાગરમાં પણ વિદ્યાર્થીઓની ડૂબવાની ઘટના સામે આવી છે. મહીસાગરમાં સુજલામ સુફલામ કેનાલમાં બે વિદ્યાર્થી ડૂબ્યાની ઘટના સામે આવી છે. વહેલી સવારે એક વિદ્યાર્થીનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

વડોદરા બાદ મહીસાગરમાં પણ વિદ્યાર્થીઓની ડૂબવાની ઘટના સામે આવી છે. મહીસાગરમાં સુજલામ સુફલામ કેનાલમાં બે વિદ્યાર્થી ડૂબ્યાની ઘટના સામે આવી છે. વહેલી સવારે એક વિદ્યાર્થીનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જ્યારે અન્ય એક વિદ્યાર્થીને બચાવી લેવામાં આવ્યો છે. ખાનપુરના મક્કરના મુવાડા ગામના બે વિદ્યાર્થી કેનાલ પાસે ગયા હતા.ત્યારે પગ લપસતાં બંને વિદ્યાર્થી ડૂબી ગયા હતા.

બીજી તરફ વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના બની હતી.આ બોટમાં 23 વિદ્યાર્થીઓ સહિત 31 લોકો સવાર હતા. આ ઘટનામાં વિધાર્થીઓ સહિત કુલ 14 લોકોના મોત થયા છે.જ્યારે અન્ય વિધાર્થીઓ સારવાર હેઠળ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હતી. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા.જેના પગલે બોટ પલટી હતી.

( વીથ ઈનપુટ – આશિષ ઠાકર )

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:59 am, Fri, 19 January 24

Next Video