આજનું હવામાન : મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, જુઓ Video

| Updated on: Oct 20, 2024 | 7:36 AM

ગુજરાતમાં આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી વાતાવરણ રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 22થી 25 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવઝોડું સર્જાઈ શકે છે.આ વાવાઝોડામાં પવનની ગતિ 100થી 120 કિમી સુધી રહે તેવુ અનુમાન છે. જો આ ચક્રવાત સર્જાશે.થાઈલેન્ડ થઈને આ સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં આવશે.વાવાઝોડાના કારણે 24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના જુદા-જુદા ભાગમાં વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની વકી છે.