આજનું હવામાન : રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો, જુઓ Video

| Updated on: Oct 08, 2024 | 8:19 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે બેવડી ઋતુના પગલે કેટલાક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે બેવડી ઋતુના પગલે કેટલાક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જો કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહિવત છે. તેમજ અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાનનો પારો વધી શકે છે.

અંબાલાલ પટેલે વાવાઝોડની કરી આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે. અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 14 ઓક્ટોબરથી વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. બંગાળની ખાડીમાં વાવાઝોડની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વરસાદ પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.