આજનું હવામાન : ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video

| Updated on: Nov 12, 2024 | 8:22 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સુકૂં વાતાવરણ રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. અંબલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તરીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોની અસર મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં વર્તાશે.

માર્ચમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં પણ સખત ઠંડી પડે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. 22 ડિસેમ્બર પછી રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. તેમજ 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 8થી 10 ડિગ્રી રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ફેબ્રુઆરી સુધી ઠંડીની અસર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર માર્ચ અને એપ્રિલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ વખતે ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.