આજનું હવામાન : અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી, જુઓ Video

|

Sep 29, 2024 | 9:36 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી કેટલાક કલાક અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમજ નર્મદા જિલ્લામાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.જુનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચમાં પણ વરસાદ પડશે. છોટા ઉદેપુર, મહિસાગર, અરવલ્લી, દાહોદ, નવસારીમાં પણ વરસાદની આગાહી છે.

પવન સાથે ભારે વરસાદની આગાહી – અંબાલાલ પટેલ

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 દિવસમાં અમુક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 2 દિવસ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.

Next Video