રાજકોટ વીડિયો : શહેરની જાણીતી રેસ્ટોરન્ટમાંથી 8 કિલો અખાદ્ય મંચુરિયનનો નાશ કરવામાં આવ્યો, જાણો દરોડામાં શુું મળી આવ્યું ?
રાજકોટમાંથી મંચુરિયન ખાતા પહેલા ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. તો આજે રેડ એપલ રેસ્ટોરન્ટ અને આર.આર. ફૂડ પોઈન્ટમાં અખાદ્ય મંચુરિયન પીરસાયું હોવાનું સામે આવ્યું છે. તો રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટ માંથી 8 કિલો અખાદ્ય મંચુરિયનનો નાશ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે રાજકોટમાંથી મંચુરિયન ખાતા પહેલા ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. તો આજે રેડ એપલ રેસ્ટોરન્ટ અને આર.આર. ફૂડ પોઈન્ટમાં અખાદ્ય મંચુરિયન પીરસાયું હોવાનું સામે આવ્યું છે. તો રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટ માંથી 8 કિલો અખાદ્ય મંચુરિયનનો નાશ કરવામાં આવ્યો છે. 22 ખાણી -પીણીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પડ્યા હતા.
તો બીજી તરફ આ અગાઉ પણ જામનગરમાં નકલી ઘી મળી આવ્યુ હોવાની ઘટના બની હતી. જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મોટા પાયે શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું હતુ. જ્યાં SOG તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે સંયુક્તપણે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી.દરોડામાં 20 ઘીના ડબ્બા અને 17 મોટી બરણીઓ મળી આવી હતી.