રાજકોટ મહાનગરપાલિકાનું 2,843 કરોડનું ફાઈનલ બજેટ રજૂ કરાયું, કોર્પોરેટરની ગ્રાન્ટમાં કરાયો વધારો
બજેટમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાં 5 લાખનો વધારો કરીને 20 લાખ કરાઈ છે. જ્યારે મેયર, ડે.મેયર સહિતના હોદ્દેદારોની ગ્રાન્ટ પણ વધારવામાં આવી છે. પુસ્તકાલયના નવીનિકરણ પાછળ 45 લાખનો ખર્ચ કરાશે. શહેરમાં નવી પદ્ધતિથી વોટરપ્રૂફ Y કોટિંગના રોડ બનાવાશે.
રાજકોટ મહાનગરપાલિકાનું 2843 કરોડનું ફાઈનલ બજેટ રજૂ કરાયું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ફાઈનલ બજેટ રજૂ કર્યું છે. જેમાં પાણીવેરો, ગાર્બેજ ક્લેક્શન વેરા સહિતના કરવેરાને ફગાવી દેવાયા છે. બજેટમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાં 5 લાખનો વધારો કરીને 20 લાખ કરાઈ છે. જ્યારે મેયર, ડે.મેયર સહિતના હોદ્દેદારોની ગ્રાન્ટ પણ વધારવામાં આવી છે.
પુસ્તકાલયના નવીનિકરણ પાછળ 45 લાખનો ખર્ચ કરાશે. શહેરમાં નવી પદ્ધતિથી વોટરપ્રૂફ Y કોટિંગના રોડ બનાવાશે. તો સિનિયર સિટીઝન, દિવ્યાંગ, થેલેસેમિયાગ્રસ્તને સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી અને લાયબ્રેરીમાં સભ્યપદ ફી માફી કરવામાં આવી છે.
તો રાજકોટ શહેરમાં નવો સાઉથ ઝોન વિસ્તાર જાહેર થશે. જેમાં વોર્ડ નંબર 15થી 18નો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત નવા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન, રોડ રસ્તા, હોકર્સ ઝોન, આંગણવાડી બિલ્ડીંગનું નવીનીકરણ કરાશે.