Mehsana : નસબંધી કેસમાં મોટો ખુલાસો, 15 નસબંધીના ઓપરેશનનો ટાર્ગેટ આપ્યો હોવાનો નોટિસ થઈ વાયરલ, જુઓ Video
મહેસાણામાંથી નસબંધી કેસમાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે હેલ્થ વર્કરને નસબંધીમાં ટાર્ગેટ આપતો હોવાની નોટિસ સામે આવી છે. કડી તાલુકા હેલ્થ ઓફિસરે આપેલી નોટિસમાં ટાર્ગેટની વાત સ્પષ્ટ થાય છે.
મહેસાણામાંથી નસબંધી કેસમાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે હેલ્થ વર્કરને નસબંધીમાં ટાર્ગેટ આપતો હોવાની નોટિસ સામે આવી છે. કડી તાલુકા હેલ્થ ઓફિસરે આપેલી નોટિસમાં ટાર્ગેટની વાત સ્પષ્ટ થાય છે. તાલુકામાં 15 નસબંધીના કેસ ન થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છો. જો નસબંધીના ઓપરેશન નહીં થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવા તાકીદ નોટિસમાં કરાઈ હતી.
નસબંધી કેસમાં મોટો ખુલાસો
તો બીજી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નસબંધીના કોઈ ઓપરેશન માટે ટાર્ગેટ આપવામાં આવતો નહીં હોવાનું અને કચેરીઓને કોઈ પ્રકારનું દબાણ કરાતું નહીં હોવાનું રટણ સતત કરાતું આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે પૂછતા તેમણે પણ ટાર્ગેટની વાત નકારતા કહ્યું હતું કે ટાર્ગેટની કોઈ વાત નથી.