આજનું હવામાન : ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક જિલ્લાઓમાં તાપમાન 8 ડીગ્રીએ પહોંચવાની શક્યતા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કડકડતી ઠંડી પડે તેવી સંભાવના છે. આગામી 48 કલાકમાં શીત લહેરની આગાહી કરવામાં આવી છે.ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં શીત લહેરની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કડકડતી ઠંડી પડે તેવી સંભાવના છે. આગામી 48 કલાકમાં શીત લહેરની આગાહી કરવામાં આવી છે.ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં શીત લહેરની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠામાં શીત લહેરની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર ઠંડી પડવાની આગાહી કરી છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના
વલસાડના અનેક ભાગોમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. વલસાડના અનેક ભાગોમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો ગગડવાની સંભાવના છે. અનેક જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 8 ડીગ્રીએ પહોંચાવાની શક્યતા છે. અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.