Narmada Video : ભાજપનાં સંસદની હાજરીમાં આપના ધારાસભ્યએ સરકાર પર આક્ષેપો કરતા મંચ પર રાજકીય ગરમાવો દેખાયો

| Edited By: | Updated on: Oct 21, 2023 | 8:33 AM

Narmada: આદિવાસી પટ્ટી પર આવેલા નર્મદા જિલ્લામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા(મનસુખ વસાવા) અને ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા(Chaitr Vasava) વચ્ચે સમયાંતરે રાજકીય ચડભડના અહેવાલ સામે આવતા રહે છે. ડેડીયાપાડા ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારસભ્ય ચૈતર વસાવા એક મંચ પર જોવા મળતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના સંસદ મનસુખ વસાવા સામે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા મનસુખ વસાવાએ વિષયથી નહીં ભટકવાની ચેતવણી આપતા મામલો તંગ બને તેવા ભણકારા વાગ્યા હતા.

Narmada: આદિવાસી પટ્ટી પર આવેલા નર્મદા જિલ્લામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા(Mansukh Vasava) અને ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા(Chaitr Vasava) વચ્ચે સમયાંતરે રાજકીય ચડભડના અહેવાલ સામે આવતા રહે છે. ડેડીયાપાડા ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારસભ્ય ચૈતર વસાવા એક મંચ પર જોવા મળ્યા હતા. આ બે નેતાઓની એક મેચ પર હાજરીથી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના સંસદ મનસુખ વસાવા સામે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા મનસુખ વસાવાએ વિષયથી નહીં ભટકવાની ચેતવણી આપતા મામલો તંગ બને તેવા ભણકારા વાગ્યા હતા.

કાર્યક્રમમાં ચૈતર વસાવા જયારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવાએ તેમને ટોકયા હતા. મનસુખ વસાવાએ ધારાસભ્યને કહ્યું હતું કે, આજના વિષય પર વાત કરો વિષયથી ભટકશો નહિ! આ વિવાદ ત્યારે સર્જાયો જયારે ચૈતર વસાવાએ પ્રર્સગીક ઉદ્બોધનમાં કહ્યું કે, સમગ્ર દેશમાં નર્મદા જિલ્લો અતિ પછાત જીલ્લો છે. નર્મદા જિલ્લામાં 12 હજાર કરતા વધુ  બાળકો કુપોષિત છે.

સાગબારામાં 50 થી વધુ શાળાઓ એકી છે જેમાં એક જ શિક્ષક છે જ્યારે ડેડીયાપાડામાં 27 શાળામાં શિક્ષક અંગે આજ પરિસ્થિતિ છે. વનવિસ્તારની વાત કરવામાં આવે તો  વ્યારા,દાહોદ અને લુણાવાડાની સિવિલ હોસ્પિટલો ખાનગી કંપનીઓને આપી દેવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ચૈતરે પ્રશ્ન પૂછ્યો કે આ કેટલું યોગ્ય?. ચૈતર વસાવાએ મોદી સરકાર પર દેવા માફી ખેડૂતોના સ્થાને ઉદ્યોગોને મળી રહી હોવાના આક્ષેપ સાથે  અદાણી,અંબાણી અને લલિત મોદીના 25 લાખ કરોડનું દેવું માફ કર્યું હોવાનું ઉમેર્યું હતું . આ દરમિયાન  સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્યના નિવેદનને અટકાવી ટોકયા અને કહ્યું કે આજના વિષયથી બહાર  વાત ન કરો.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો