આજનું હવામાન : અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. તેમજ સુરત, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, વલસાડમાં સામાન્ય વરસાદની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. તેમજ સુરત, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, વલસાડમાં સામાન્ય વરસાદની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓક્ટોબર મહિનામાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે.
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 14 ઓક્ટોબરથી વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. બંગાળની ખાડીમાં વાવાઝોડની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વરસાદ પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.