મહેસાણાઃ પામોલ દૂધમંડળીમાં દૂધ ઉત્પાદકોનો હંગામો, પશુઆહાર પર લેવાતા હતા વધુ પૈસા

author
| Edited By: | Updated on: Mar 15, 2024 | 12:32 PM

મહેસાણા તાલુકાના વિજાપુરની પામોલ દૂધ મંડળીમા પશુપાલકોએ હોબાળો મચાવ્યો છે. પશુ આહારમાં નિયત કરતા વધારે કિંમત વસૂલવામાં આવતી હોવાને મામલે અગાઉ હોબાળો થતા કર્મચારીને છૂટો કરવામાં આવ્યો હતો. 10 જ દિવસમાં ફરીથી જ ફરજ પર લેવાતા જ દૂધ ઉત્પાકોએ હોબાળો મચાવ્યો છે.

વિજાપુર તાલુકાના પામોલ ગામે આવેલી દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદકોએ હોબાળો મચાવ્યો છે. પામોલ ગામના દૂધ ઉત્પાદકોએ મંડળી પર પહોંચીને હોબાળો મચાવ્યો હતો. દૂધ મંડળીનો કર્મચારી પશુ આહારમાં 50 રુપિયા વધારે વસૂલતો હોવાનું સામે આવતા વિવાદ અગાઉ સર્જાયો હતો. જેને લઈ કર્મચારીને છૂટો કરવામાં આવ્યો હતો. પરંતુ 10 દિવસ બાદ તેને ફરીથી ફરજ પર લેવામાં આવતા જ દૂધ ઉત્પાદકો રોષે ભરાયા હતા.

આ પણ વાંચો: બોલો, 8 પાસ નિવૃત્ત ST ડ્રાઇવર મુન્નાભાઇ MBBS! કડી અને દાંતીવાડામાં બોગસ તબીબ ઝડપાયા

અગાઉ પણ 80 રુપિયા પશુ આહારમાં વધારે લેવાતા હંગામો થયો હતો. જેમાં જે 80 રુપિયા રકમ પરત કરવામાં આવી હતી. તો વળી આક્ષેપો કર્યા હતા દૂધ ઉત્પાદકોએ કર્મચારી દ્વારા મળતીયાઓના દૂધના ફેટમાં વધારો કરીને ફાયદો કરાવાય છે. તો વળી હોબાળા દરમિયાન મંડળી પર ગામના સ્થાનિક સરપંચ પણ દૂધ ઉત્પાદકોના સમર્થનમાં પહોંચ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો