વરસાદના વિરામ બાદ અરવલ્લીમાં તીડનો આતંક ! ખેતી પાકને પહોચાડી રહ્યા ભારે નુકસાન

|

Sep 01, 2024 | 1:24 PM

મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં તીડ એ તરખાટ મચાવી દીધો છે. મેઘરજ સહિત જીતપુર, ખાખરીયા, ઇસરી, ખુમાપુર જેવા અરવલ્લીના અનેક ગામોમાં આ જંતુઓ ખેડૂતોને સહિત ગ્રામ્યજનોને પરેશાન કરી મુક્યા છે. તીડથી ખેતી પાકમાં વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.

વરસાદના વિરામ બાદ અરવલ્લીમાં હવે તીડ એ આતંક મચાવ્યો છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં તીડ એ તરખાટ મચાવી દીધો છે. મેઘરજ સહિત જીતપુર, ખાખરીયા, ઇસરી, ખુમાપુર જેવા અરવલ્લીના અનેક ગામોમાં આ જંતુઓ ખેડૂતોને સહિત ગ્રામ્યજનોને પરેશાન કરી મુક્યા છે. તીડથી ખેતી પાકમાં વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.

તીડ એ વધારી ગામ લોકોની ચિંતા

મળતી માહિતી મુજબ 2 દિવસ ભારે વરસાદ બાદ તીડનો આતંક અરવલ્લી જીલ્લામાં વધી ગયો છે. ત્યારે જો વરસાદ લાંબો વિરામ લેશે તો, તીડ વધવાની આશંકા જતાવાય રહી છે. વર્ષો બાદ તીડે ગ્રામ્ય વિસ્તારોમાં દેખા દીધી જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તીડ બચવા અને પાકનો બચાવવા શું કરવું ચાલો જાણીએ.

તીડથી બચવા શું કરવું ?

  • ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા, થાળીઓ વગાડી મોટો અવાજ કરો.
  • તીડવાળા વિસ્તારમાં કેરોસીનનો છંટકાવ કરવો.
  • મેથા થિયોલોન 25 કિલો અને કવીનાલ ફોર્સ દવા છાંટવી
  • તીડનું ટોળું આવતું હોવાની જાણ થતા લોકોને સાવધ કરો
  • કેરોસીનના કાકડા અથવા ફ્લેમથ્રોઅર સળગાવીને ભગાવો
  • લીંબોળીની માંજનો ભુકો અથવા લીમડાનું તેલ વાપરવું
  • કીટકનાશર દ્રાવણનો છંટકાવ કરવાથી તીડ છોડ ખાતા નથી
  • ઊંડી ખેડ કરીને તીડના ઇંડાનો નાશ કરવો
  • અનુકૂળ જગ્યાએ લાંબી ખાઈ ખોદીને તીડના બચ્ચા દાટી દેવા
  • જેરી પ્રલોભકા, ફેનીટોથ્રીઓન, જંતુનાશક, ગોળની સસી, ક્વાનાલફોસ છાંટવું
  • તીડ અંગે વહેતી તકે તંત્રને જાણ કરવી

 

Next Video