પાણી સાચવીને વાપરવું જરૂરીઃ ગુજરાતના ડેમમાં 50 ટકા જ પાણી ઉપલબ્ધ, રાજ્યના 50 ટકા જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી

|

Apr 28, 2022 | 10:05 AM

રાજ્યમાં સૌથી વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાતમાં છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં ફક્ત 14 ટકા પાણીનો જથ્થો છે. જે પૈકી માત્ર 9 ટકા પાણીનો જથ્થો જ ઉપયોગમાં લઈ શકાય તેટલો છે.

ગુજરાત (Gujarat) માં સૂર્યનારાયણ આગ વરસાવી રહ્યાં છે. રાજ્યમાં ગરમી (heat) ના વધતા પ્રમાણની સાથે જ જળાશયો (reservoirs) માં પાણી (Water) નો જથ્થો ઘટી રહ્યો છે. ગુજરાતના ડેમ (Dam) માં કુલ જળસંગ્રહ ક્ષમતાના 50 જ પાણી ઉપલબ્ધ છે. તેમાંય રાજ્યના 50 ટકા જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી છે. આખા રાજ્યમાં માત્ર એક જ ડેમમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે નર્મદા ડેમમાં 53 ટકા જેટલો પાણીનો જથ્થો છે. રાજ્યમાં સૌથી વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાતમાં છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં ફક્ત 14 ટકા પાણીનો જથ્થો છે. જે પૈકી માત્ર 9 ટકા પાણીનો જથ્થો જ ઉપયોગમાં લઈ શકાય તેટલો છે. મધ્ય ગુજરાતના ડેમમાં 44.17 ટકા પાણી ઉપલબ્ધ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 13 ડેમમાં 60 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. કચ્છમાં 19 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 37.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં હાલમાં તો પાણીની કોઈ તંગી નથી. પરંતુ જો વરસાદ ખેંચાય તો પાણીની કટોકટી સર્જાય તેવી શક્યતા છે.

રાજ્યના હિટવેવ વચ્ચે કચ્છ, સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં પીવાના પાણીની તંગીની ફરિયાદો સામે આવી રહી છે. રાજ્ય સરકાર અને પાણી-પુરવઠા બોર્ડ દ્વારા અંતરિયાળ ગામડાઓમાં ટેન્કર મારફત પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. કચ્છના સૌથી વધુ 28 ગામમાં ટેન્કર રોજ 52 ફેરા થકી પાણી આપે છે. તો બનાસકાંઠાના 9 ગામમાં 19 ફેરા ટેન્કર મારે છે. મોરબી, સુરેન્દ્રનગરના 1-1 ગામ અને રાજકોટ, દેવભૂમિદ્વારકાના બે ગામમાં પાણી ટેન્કર મારફતે પહોંચાડાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, અમદાવાદમાં તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, હજુ ગરમી વધશે

આ પણ વાંચોઃ  Surat : “બુર્જ ખલીફા”ની ડિઝાઇન બનાવનાર એજન્સી કોર્પોરેશન નવા વહીવટી ભવનની ડિઝાઇન માટે કન્સલ્ટન્સી કરશે

Next Video