Gujarati Video: અમદાવાદમાં નહોર વિનાના વાઘ જેવો બન્યો હેરિટેજ વારસાની જાળવણીનો કાયદો, નુકસાનકર્તાઓને મળી રહ્યુ મોકળુ મેદાન

|

Feb 27, 2023 | 12:20 AM

Ahmedabad: અમદાવાદને વિશ્વના હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યુ છે. હેરિટેજ સ્થળોની જાળવણી માટે સરકારે ખાસ કાયદો બનાવ્યો છે પરંતુ આ કાયદો નહોર વિનાના વાઘ જેવો સાબિત થઈ રહ્યો છે. અમદાવાદમાં હેરિટેજને નુકસાનકર્તાઓને જાણે મોકળુ મેદાન મળી રહ્યુ હોય તેવો ઘાટ ઘડાયો છે.

અમદાવાદને 612 વર્ષ પૂરાં થયા. પણ આટલાં વર્ષ દરમિયાન શહેરની ઓળખ બદલાતી રહી છે. એક સમયે પોળો અને દરવાજાથી જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. જે અમદાવાદીઓ માટે એક ગર્વની બાબત છે. પરંતુ અફસોસ સાથે કહેવું પડે કે ભારતના પ્રથમ હેરિટેજ સીટી એવા અમદાવાદના હેરિટેજને નુકસાનકર્તાઓને મળી રહ્યું છે મોકળું મેદાન. હેરિટેજ વારસાની જાળવણી માટે સરકારે ખાસ કાયદો પણ બનાવ્યો છે.

જોકે જુદા-જુદા કેસો અને હકીકતોને જોતા એવું લાગી રહ્યું છે કે આ કાયદો નિષ્ફળ નિવડ્યો છે. હેરિટેજ બિલ્ડિંગ કે ઇમારતને સાચવવા માટે મોન્યુમેન્ટ એન્ડ આર્કિયોલોજીકલ રાઇટ્સ એન્ડ રીમેન્સ એક્ટ-2010માં અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં હેરિટેજ સ્થળોની જાળવણી અને તેને નુકસાન કરતા તત્વો વિરુદ્ધ કેવા પગલા લેવા તેના માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવ્યું છે. પરંતુ કાયદાનું અજ્ઞાન, તપાસમાં ખામીને કારણે એક પણ કેસ આ કાયદા મુજબ પૂરવાર થયો નથી, જેને કારણે આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે.

આ પણ વાંચો: Gujarati Video: અમદાવાદમાં રખડતા શ્વાનોના રસીકરણ માટે શરૂ કરાઈ ડ્રાઈવ, રોજ 130 શ્વાનોનુ કરાય છે ખસીકરણ

ભારતીય હેરિટેજની મિલકતની 300 મીટરની હદમાં કોઇ બાંધકામ કરવાનું હોય તો તેની પરવાનગી લેવી ફરજિયાત છે. તેના વગર કોઇ પણ વ્યક્તિ બાંધકામ કરે તો તેની સામે ગુનો બને છે. પરંતુ 300 મીટરના સાઈન ક્યાંય મારવામાં આવ્યા નથી અને આવા કિસ્સામાં જોઈ કોઈ બાંધકામ થાય તો અધિકારીઓ સ્થળ તપાસ કરતા નથી. કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એકપણ કેસમાં સજા થઈ નથી. કારણકે પુરાતત્વ વિભાગના અધિકારીઓ સ્થળની મુલાકાત લેવાને બદલે ઓફિસમાં બેઠા-બેઠા જ નોટિસો ફટકારે છે અને તેવા જવાબો આપે છે.

 

Next Video