Gujarati Video : દીવમાં ધોધમાર વરસાદ બાદ રસ્તા બિસ્માર હાલતમાં, લોકો પરેશાન

| Edited By: | Updated on: Jul 01, 2023 | 10:19 PM

સ્થાનિકો પણ આ ખાડાઓથી ત્રાસ પામી ગયા છે.સ્થાનિકોએ માગ કરી છે કે જલ્દીથી તૂટેલા રસ્તાની કામગીરી કરવામાં આવે ઉલ્લેખનીય છે, અગાઉ 4 વર્ષ પહેલા આ જ રસ્તા પર ગટરની કામગીરી કરવામાં આવી હતી.. જે બાદથી જ રોડ બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપ લાગ્યા છે અને તંત્ર દ્વારા કોઇ નિકાલ ન કરવામાં આવતો હોવાના આક્ષેપ છે.

Diu : ગુજરાતમાં ભારે વરસાદ બાદ કેટલાંક સ્થળે ઠેર-ઠેર પાણી ભરાઇ જવાના અને રોડ-રસ્તા તૂટી ગયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. ત્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદ બાદ રસ્તાની હાલત કફોડી બની ગઇ છે. ધોધમાર વરસાદ પડવાના કારણે રોડ-રસ્તા ધોવાઇ ગયા છે. રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ રહે તો અકસ્માત થવાની પણ સંભાવના રહેલી છે.

સ્થાનિકો પણ આ ખાડાઓથી ત્રાસ પામી ગયા છે.સ્થાનિકોએ માગ કરી છે કે જલ્દીથી તૂટેલા રસ્તાની કામગીરી કરવામાં આવે ઉલ્લેખનીય છે, અગાઉ 4 વર્ષ પહેલા આ જ રસ્તા પર ગટરની કામગીરી કરવામાં આવી હતી.. જે બાદથી જ રોડ બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપ લાગ્યા છે અને તંત્ર દ્વારા કોઇ નિકાલ ન કરવામાં આવતો હોવાના આક્ષેપ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો