Gujarat Election 2022 : અમદાવાદ બીજા દિવસે પીએમ મોદીનો રોડ શો, સભા બાદ પણ સરસપુરથી બાપુનગર સુધી રોડ શો કરશે

|

Dec 02, 2022 | 7:13 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો પર 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેની માટે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જે અંતર્ગત પીએમ મોદી આજે અમદાવાદમાં બીજો રોડ શો યોજી રહ્યા છે. જેમાં પીએમ મોદી ની ઝલક જોવા રસ્તા પર લોકો ઉમટ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો પર 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેની માટે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જે અંતર્ગત પીએમ મોદી આજે અમદાવાદમાં બીજો રોડ શો યોજી રહ્યા છે. જેમાં પીએમ મોદી ની ઝલક જોવા રસ્તા પર લોકો ઉમટ્યા છે. જેમાં આસ્ટોડિયા ખાતે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર છે. તેમજ સુરક્ષાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસ અને CRPFની મદદ લેવાઇ છે. જેમાં પીએમ મોદીની એક ઝલક જોવા લોકો આતુર છે.

પીએમ મોદી 10 કિલોમીટરના રોડ શોમાં 5 બેઠક આવરી લેશે. જેમાં અસારવા, જમાલપુર ખાડીયા, દાણીલીમડા, દરિયાપુર અને બાપુનગર બેઠકમાં રોડ શો કરશે. ચૂંટણી દરમિયાન વડાપ્રધાનનો આ પ્રકારનો પ્રથમ વખત રોડ શો નું આયોજન છે . જેમાં રાયપુર દરવાજા ખાતે નરેન્દ્ર મોદી નું સ્ટેચ્યુ લાવીને રખાયું છે.

જેમાં રોડ શો માટે  શાહીબાગથી સરસપુર સુધી બેરિકેડિંગ  કરવામાં આવશે. પ્રધાનમંત્રીના આ  રોડ શોમાં  શાહીબાગ, ઘેવર કોમપ્લેક્ષ , દિલ્હી દરવાજા, દિલ્હી ચકલા , ખમાસા,  આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, સારંગપુર  સહિતના વિસ્તારને આવરી લેવાશે.  ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરસપુર પહોંચશે. આ દરમિયાન તેઓ અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતાના દર્શને પણ જશે.

જેમાં સરસપુરમાં પીએમ જનસભા પુરી કર્યા બાદ બીજો રોડ શો કરશે. જેમાં સરસપુરથી બાપુનગર સુધી પીએમનો બીજો રોડ શો યોજવામાં આવશે. જેમાં તેવો હરિભાઈ ગોદાની સર્કલ,એવરેચ ચાર રસ્તા,ભીડભજન ચાર રસ્તા અને ત્યાંથી બાપુનગર ચાર રસ્તા થઈ હીરાવાડી સુધી મોદીનો રોડ શો યોજવામાં આવશે.

Published On - 7:03 pm, Fri, 2 December 22

Next Video