મારામારીની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીએ સુરક્ષામાં કર્યો વધારો, 70થી વધુ એક્સ આર્મીમેન કરાયા તૈનાત

|

Mar 20, 2024 | 5:48 PM

ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બાદ સુરક્ષામાં વધારો કરાયો છે. 70થી વધુ પૂર્વ આર્મીમેનને સુરક્ષામાં તૈનાત કર્યા છે. યુનિવર્સિટીની દરેક હોસ્ટેલ બહાર 2 અને મહત્વના સ્થળોએ 5-5 સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવશે. સાથે જ વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ બહાર પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.

મારામારીની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીએ સુરક્ષામાં વધારો કર્યો છે અને 70થી વધુ પૂર્વ આર્મીમેન ખડકી દેવામાં આવ્યા છે. સિક્યોરિટી ગાર્ડની હાજરી છતા મારામારીની ઘટના બની અને આ ઘટના અટકાવી પણ ન શકાઇ. પ્રાથમિક તપાસમાં પણ સામે આવ્યું કે યુનિવર્સિટીની સુરક્ષામાં ક્યાંક ખામી રહી ગઈ છે.

ત્યારે સુરક્ષામાં ખામી સામે આવતા સત્તાધીશોએ પૂર્વ આર્મીમેનની મદદ લીધી છે અને 70થી વધુ પૂર્વ આર્મીમેનને સુરક્ષામાં તૈનાત કર્યા છે. યુનિવર્સિટીની દરેક હોસ્ટેલ બહાર 2 અને મહત્વના સ્થળોએ 5-5 સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવશે. સાથે જ વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ બહાર પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. જેથી મારામારી જેવી ઘટનાઓ બનતી અટકાવી શકાય.

Next Video