Bhavnagar : નદી કાંઠા વિસ્તારના 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન કરી કરાશે ગઢેચી નદીનું શુદ્ધિકરણ, જુઓ Video
ભાવનગરમાં પણ 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન કરવામાં આવશે. ગઢેચી નદીના શુદ્ધીકરણ માટે રહેણાંક મકાનો હટાવાશે. નદીકાંઠા વિસ્તારના 800થી વધુ મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે.
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા બાંધકામ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરમાં પણ 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન કરવામાં આવશે. ગઢેચી નદીના શુદ્ધીકરણ માટે રહેણાંક મકાનો હટાવાશે. નદીકાંઠા વિસ્તારના 800થી વધુ મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં બોરતળાવ, RTO, કુંભારવાડા વિસ્તારના મકાનોને મનપાએ નોટિસ પાઠવી ઘર ખાલી કરવા માટે આદેશ આપ્યો છે.
ગઢેચી નદીનું કરાશે શુદ્ધિકરણ
આગામી 7 દિવસમાં બાંધકામના અને રહેણાંકના પૂરાવા રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે. જો પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો આ તમામ ઘરને કાયદેસર રીતે તોડી પાડવામાં આવશે. 70 કરોડ રૂપિયાના ખર્ચે 4.12 કિ.મી. ગઢેચી નદીનું શુદ્ધિકરણ કરાશે.
વિરમગામમાં ડિમોલિશન બાબતે થયો હતો હોબાળો
બીજી તરફ આ અગાઉ અમદાવાદના વિરમગામ પાલિકા દ્વારા ડિમોલિશન દરમિયાન સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ગોલવાડી દરવાજા બહાર લાકડી બજારમાં કાચા રહેણાંક મકાનો દૂર કરાયા હતા. દબાણ દૂર કરવા ગયેલી ટીમ અને સ્થાનિકો વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી. અગાઉ પાકા મકાનોના દબાણો દૂર કરતા રોડ પર માલસામાન સાથે રહીશો રહેતા હતા. વારંવાર સૂચના છતાં દબાણકર્તાઓએ ખાલી ન કરતા નગરપાલિકાની કાર્યવાહી હાથ ધરી હતી.