રાજકોટના રંગોલી પાર્કમાં દસ્તાવેજ પ્રમાણે વિસ્તાર ન અપાયાનો સ્થાનિકોનો આરોપ, જુઓ વીડિયો

|

Jan 01, 2024 | 1:53 PM

રાજકોટમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.તો ફલેટ માટે બનાવેલા દસ્તાવેજમાં 81 ચોરસ મીટર વિસ્તારનો નિર્દેશ કરવામાં આવ્યો છે

રાજકોટમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ફલેટ માટે બનાવેલા દસ્તાવેજમાં 81 ચોરસ મીટર વિસ્તારનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જો કે મનપા દ્વારા ફ્લેટનો વિસ્તાર માપવામાં આવતા 77.5 ચોરસ મીટર હોવાનું સામે આવ્યું છે. તેમજ હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનારા ફ્લેટ ધારકોને 3.5 મીટર ઓછો એરિયા આપવામાં આવ્યો છે.

આ મુદ્દે CAG રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ફ્લેટ ધારકોનો આક્ષેપ કર્યો છે. આ બાબત અંગે ફ્લેટ ધારકો હાઉસિંગ બોર્ડ સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે. હાઉસિંગ બોર્ડ દ્વારા બનવામાં આવેલા 1164 ફ્લેટ ધારકો સાથે ઠગાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ફ્લેટનો વિસ્તાર ઓછો આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરાયોનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video