અરવલ્લીમાં શાળામાં ફાયર સેફટીની તપાસ, પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપ્યા આદેશ, જુઓ
અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળાઓનાં તમામ આચાર્યઓને આદેશ કરી પ્રમાણપત્ર મંગાવ્યા છે. ખાનગી અને નોન ગ્રાન્ટેડ શાળાઓ માં ફાયર સેફટી ની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જો કોઈ ક્ષતિ સામે આવશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજકોટની TRP ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડની ઘટનામાં,બાળકો સહિત 28 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા બાદ, ફાયર NOC અને સલામતી ને લાગતા ઉચ્ય કક્ષાએ થી આદેશ કરવામાં આવેલ છે. જે સંદર્ભે, અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ કુમારે દવે એ શાળાઓનાં તમામ આચાર્યઓને આદેશ કરી પ્રમાણપત્ર મંગાવ્યા છે.
ખાનગી અને નોન ગ્રાન્ટેડ શાળાઓ માં ફાયર સેફટી ની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જો કોઈ ક્ષતિ સામે આવશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હોવાનું, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ કુમાર દવે એ જણાવ્યું હતું. આમ હવે શાળાઓમાં ફાયર સુવિધાઓને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો
Published on: Jun 01, 2024 02:26 PM