કડકડતી ઠંડીથી ઠુંઠવાયુ ગુજરાત! વિદાય લેતા શિયાળા વચ્ચે ગુજરાતમાં થંડર સ્ટ્રોમ, તાપમાનનો પારો ગગડ્યો, જુઓ Video

|

Mar 04, 2024 | 9:40 AM

ગુજરાતના મોટા શહેરો પણ ઠંડીથી ઠુંઠવાયા છે. અમદાવાદમાં 16, વડોદરામાં 18.4, સુરતમાં 20.8 તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં 20.6, ભુજ અને ડીસામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. પવનની દિશા બદલાતા હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ વધુ એક વખત ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ગુજરાતમાં વિદાય લેતા શિયાળા વચ્ચે ફરી કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. વહેલી સવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે.

ગુજરાતના મોટા શહેરો પણ ઠંડીથી ઠુંઠવાયા છે. અમદાવાદમાં 16, વડોદરામાં 18.4, સુરતમાં 20.8 તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં 20.6, ભુજ અને ડીસામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. પવનની દિશા બદલાતા હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું થઈ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video