બનાસની બહેનો બની આત્મનિર્ભર, દર વર્ષે દૂધ વેચીને કરે છે કરોડો રૂપિયાની કમાણી
બનાસકાંઠામાં અનેક અભાવો વચ્ચે જીવતા પશુપાલકોએ દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે. તેમાં પણ દૂધ ઉત્પાદન થકી મહિલાઓ જે રીતે આત્મનિર્ભર બની છે તે દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ છે, કેમકે આત્મનિર્ભર મહિલાઓ દર વર્ષે દૂધ વેચીને કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે.
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને બનાસકાંઠાની દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલી ખંતીલી મહિલાઓએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. પરંતુ જો તમે મહિલાઓએ દૂધ વેચીને કરેલી કમાણીનો આંકડો સાંભળશો તો તમારી આંખો પહોળી થઇ જશે.
બનાસકાંઠામાં અનેક અભાવો વચ્ચે જીવતા પશુપાલકોએ દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે. તેમાં પણ દૂધ ઉત્પાદન થકી મહિલાઓ જે રીતે આત્મનિર્ભર બની છે તે દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ છે, કેમકે આત્મનિર્ભર મહિલાઓ દર વર્ષે દૂધ વેચીને કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે.
બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન શંકર ચૌધરી દ્વારા અનેક પશુપાલક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. જેમાં વડગામના નગાણા ગામના નવલબેન ચૌધરી દૂધ વેચી વર્ષે 1.63 કરોડ રૂપિયાની કમાણી સાથે પ્રથમ ક્રમે આવ્યા છે. ત્યાર બાદ બીજા નંબરે બસુના તસલીમબેન ઝવેરી છે, જેમણે વર્ષે 1.59 કરોડ રૂપયાનું દૂધ વેચી કમાણી કરી છે.
આ યાદીમાં શેરપુરા મંડળીના દરિયાબેન રાજપૂતનો પણ સમાવેશ થાય છે. દરિયાબેન રાજપૂતે ફક્ત 2.50 લાખ રૂપિયાથી શરૂઆત કરી હતી અને આજે તેમની કમાણી 1.35 રૂપિયા સુધી પહોંચી ગઇ છે. જે ટોપ-10 મહિલાઓની કમાણીમાં ત્રીજા ક્રમ પર છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો