અંબાજી ગબ્બર પરીક્રમા મહોત્સવઃ લાખો શ્રદ્ધાળુ ઉમટ્યા, ધજા અને ચામર યાત્રા યોજાઈ, જુઓ

| Updated on: Feb 14, 2024 | 7:58 PM

યાત્રાધામ અંબાજીના ગબ્બરની પરિક્રમા મહોત્સવને ત્રણ દિવસ થયા છે. ત્રણ દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા યાત્રામાં લાભ લઇ ચુક્યા છે. પ્રથમ બે દિવસમાં જ 4.25 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ કર્યો હતો. ત્રીજા દિવસે પાલખી યાત્રાની શરુઆત કરવામાં આવી હતી. રાજ્ય અને રાજ્ય બહારથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. 12 ફેબ્રુઆરીથી પરિક્રમા યાત્રા શરુ કરવામા આવી છે. 51 શક્તિપીઠની પરિક્રમા યોજવામાં આવી રહી છે. ત્રીજા દિવસે ચામર યાત્રા યોજવામાં આવી હતી. 51 ચામર લઈને યાત્રા યોજીને જે દરેક શક્તિપીઠ ખાતે ચડાવવામા આવે છે. ત્રીજા દિવસે ધજા યાત્રા પણ યોજવામાં આવી હતી.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ પૂર્વ MLA અને નેતાના સગાંઓનો લાખોનો ટેક્ષ બાકી, હિંમતનગર પાલિકાએ નોટિસ ફટકારી

મહાઆરતી બાદ ચામર અને ધજા યાત્રા શરુ કરવામાં આવી હતી. પાંચ દિવસ ચાલનારી યાત્રાને લઈ વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં આવતા ભક્તો માટે વિના મૂલ્ય એસટી બસ સેવા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. ગબ્બરથી અંબાજી મંદિર સુધી રિક્ષાની પણ વિના મૂલ્ય સેવા શરુ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો