ક્યાંક ટેકાના ભાવ તો ક્યાંક ખાતરની બૂમરાળ, બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video

| Updated on: Nov 18, 2024 | 11:05 PM

એકબાજુ ખાતરની બૂમરાણ...તો બીજી બાજુ યોગ્ય ભાવ ના મળતાં ખેડૂતોમાં રોષ છે. બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની વિવિધ સમસ્યા વહેલી તકે સુધારવા સરકારને રજૂઆત કરાઇ છે.

પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી DAP ખાતરની ભારે અછત છે. ખાતર લેવા માટે આવતા ખેડૂતો ધક્કો ખાવા માટે મજબૂર બન્યા છે. DAP ખાતર ન હોવાથી ખેડૂતોને હાલ NPK નામનું ખાતર અપાઈ રહ્યું છે. છેલ્લા 2 મહિનાથી DAP ખાતર નહીં મળતું હોવાની રાવ. ખાતરની કંપનીઓમાંથી જ DAP ખાતર ન આવતું હોવાનું સામે આવ્યું છે. હાલ રવિ સીઝનના પાકના વાવેતરનો સમય હોવાથી DAP ખાતરની માગ વધુ છે. રવિ પાકના વાવેતર સમયે જ DAP ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી તકે ખાતરનો જથ્થો આપવા ખેડૂતોએ માગ કરી છે.

એકબાજુ ખાતરની બૂમરાણ…તો બીજી બાજુ ગીરસોમનાથમાં યોગ્ય ભાવની બૂમો પડી રહી છે. ગીરસોમનાથનાં કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ આજે ફરી હોબાળો મચાવ્યો.અહીં પાકના યોગ્ય ભાવ ના મળતાં ખેડૂતોમાં રોષ છે. મગફળી સહિતના પાકોના યોગ્ય ભાવ ન મળતાં હોવાને લઈ હોબાળો થયો હતો. ખેડૂતોના હોબાળાને પગલે આજે ફરી માર્કેટિંગ યાર્ડની હરાજી બંધ જ રહી હતી. આ અગાઉ પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત તો કરી છે પરંતુ બનાસકાંઠામાં 6 દિવસ બાદ પણ ટેકાના ભાવે ખરીદીમાં ઠાગાઠૈયા ચાલી રહ્યા છે. પાલનપુર તાલુકા સંઘમાં મગફળીની ખરીદી 1300 ખેડૂતોની મગફળી ખરીદવાની છે. રોજ 32 જેટલા ખેડૂતોને મગફળીની ખરીદી માટે બોલાવાતા હોય છે..પરંતુ સર્વર ડાઉન થવાની સમસ્યાના કારણે 6 દિવસમાં માત્ર 32 ખેડૂતો જ મગફળી વેચી શક્યા છે. સર્વર અનિયમિત હોવાને કારણે ખરીદી થઈ શકી નથી અને જેને કારણે ખેડૂતો મૂકતો મુશ્કેલીમાં મુકાયા છે પરંતુ હાલ તાલુકા સંઘનો દાવો છે તે મગફળીની ખરીદી હવે થઈ રહી છે

Published on: Nov 18, 2024 11:04 PM