ક્રુર દાદી ! 14 માસના પૌત્રએ રડવાનું બંધ ન કરતા દાદીએ ભર્યા બચકા, બાળકનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: Sep 05, 2024 | 2:11 PM

કહેવાય છે કે દાદા દાદીને તેમની મૂડી કરતા પણ તેનું વ્યાજ વધારે વ્હાલુ હોય. એટલે કે પોતાના દીકરા કરતા પણ પૌત્ર પ્રત્યે વધારે પ્રેમ હોય છે. જો કે અમરેલીના એક ગામમાં તેનાથી તદ્દન વિપરીત એક ઘટના સામે આવી છે. રાજસ્થળી ગામમાં એક દાદીનું ક્રુર રુપ જોવા મળ્યુ છે.

કહેવાય છે કે દાદા દાદીને તેમની મૂડી કરતા પણ તેનું વ્યાજ વધારે વ્હાલુ હોય. એટલે કે પોતાના દીકરા કરતા પણ પૌત્ર પ્રત્યે વધારે પ્રેમ હોય છે. જો કે અમરેલીના એક ગામમાં તેનાથી તદ્દન વિપરીત એક ઘટના સામે આવી છે. રાજસ્થળી ગામમાં એક દાદીનું ક્રુર રુપ જોવા મળ્યુ છે. ગઇકાલે મળી આવેલા મૃત બાળકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દાદીએ જ બાળકને બચકા ભરીને મારી નાખ્યો હોવાનો ખુલાસો થયો છે.

આ ઘટના કોઇપણના રુંવાડા ઊભા કરી નાખે તેવી છે. અમરેલી જિલ્લાના રાજસ્થળી ગામે 14 માસુમને તેની જ દાદીએ બચકા ભરીને મોતને ઘાટ ઉતારી દીધો છે. ઘટના કઇક એવી છે કે દાદી કુલસન હુસૈન સૈયદે તેના રડતા પૌત્રને શાંત કરાવવા અનેક પ્રયત્ન કર્યા હતા. જો કે પૌત્ર શાંત થઇ રહ્યો ન હતો. કુલસન સૈયદને ગુસ્સો આવતા તેમણે બાળકને ગાલ પર, આંખ પર, કપાળ પર અને હાથ-પગ પર બચકા ભર્યા હતા. એટલુ જ નહીં બાળકને માર પણ માર્યો હતો.જે પછી બાળકનું મોત થયુ હતુ.

ગઇકાલે રાજસ્થળી ગામમાં કુલસન હુસૈન સૈયદના ઘરમાં બાળકનો ઘોડિયા પાસેથી જ બચકા ભરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે પછી બાળકનું મોત શંકાસ્પદ થયુ હોવાનુ અનુમાન સેવાઇ રહ્યુ હતુ. જે પછી પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવ્યુ છે. જેમાં દાદી જ પૌત્રની હત્યા માટે જવાબદાર હોવાનું સામે આવ્યુ છે.

Published on: Sep 05, 2024 09:20 AM