Ankit Avasthi Video: 4 વર્ષ બાદ પાકિસ્તાન પરત ફર્યા પૂર્વ PM નવાઝ શરીફ, શું ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરશે? જુઓ Video

| Edited By: | Updated on: Oct 23, 2023 | 1:20 PM

ભારત પાકિસ્તાનના સબંધો સુધરવાનુ કારણ નવાઝ શરીફ બની શકે છે કારણ કે તેમને પાકિસ્તાનમાં એક રેલીને સબોધન કરતી વખતે કાશ્મીરના મુદ્દે કહ્યું કે, તેઓ કાશ્મીર મુદ્દે સમાધાન ઈચ્છે છે. ભારત એટલે કે પાડોશી દેશો સાથે સબંધો સામાન્ય કરવા માંગે છે. જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફર્યા છે, ત્યારે એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે તેઓ 2024માં પાકિસ્તાનની ચૂંટણીમાં ભાગ લેવા માટે આવ્યા છે

Ankit Avasthi Video:  ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા અનેક સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આપણા પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનું પાકિસ્તાનમાં ફરી પરત આવવું અનેક તરફ ઈશારા કરી રહ્યું છે. જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફર્યા છે, ત્યારે એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે તેઓ 2024માં પાકિસ્તાનની ચૂંટણીમાં ભાગ લેવા માટે આવ્યા છે.

આ પણ વાંચો: Ankit Avasthi Video: શું અદાણી માટે થયો હતો સંસદનો દુરુપયોગ? TMC સાંસદ મહુઆ મોઇત્રા સાથે જોડાયેલો છે સમગ્ર કેસ? જુઓ Video

જો તેઓ પાકિસ્તાનના આગામી વડા પ્રધાન બનશે તો, ભારત અને પાકિસ્તાનના સબંધોમાં સુધાર આવી શકે છે. ભારત પાકિસ્તાનના સબંધો સુધરવાનુ કારણ નવાઝ શરીફ બની શકે છે કારણ કે તેમને પાકિસ્તાનમાં એક રેલીને સબોધન કરતી વખતે કાશ્મીરના મુદ્દે કહ્યું કે, તેઓ કાશ્મીર મુદ્દે સમાધાન ઈચ્છે છે. ભારત એટલે કે પાડોશી દેશો સાથે સબંધો સામાન્ય કરવા માંગે છે. જો કે મહત્વનુ છે કે નવાઝ શરીફ ચાર વર્ષ બાદ પાકિસ્તાન પરત ફર્યા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 23, 2023 01:19 PM