NARMADA: વિરોધીઓ પર આકરા થયા સાંસદ MANSUKH VASAVA, કહ્યું, “તમારા ઉમેદવારમાં બુટલેગર કોણ છે મને ખબર છે”
સાંસદ MANSUKH VASAVA પર આરોપ કરતી એક નનામી પત્રિકા ફરતી કરવામાં આવી હતી, જેના જવાબમાં મનસુખ વસાવાએ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
NARMADAમાં રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા (MP MANSUKH VASAVA) પર આરોપ કરતી એક નનામી પત્રિકા ફરતી કરવામાં આવી હતી, જેના જવાબમાં મનસુખ વસાવાએ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
સાંસદ મનસુખ વસાવાએ એક જાહેરસભામાં કોંગ્રેસ અને વિપક્ષ પ્રહાર કરતાં કહ્યું કે તમારામાં કોણ ઉમેદવાર બુટલેગર છે એ મને ખબર છે. તેમણે કહ્યું એક રિટાયર્ડ શિક્ષકના દીકરા પાસે કરોડોની સંપત્તિ કેવી રીતે આવી? ભાજપના સિમ્બોલ પર ચૂંટાયેલા લોકોએ પીઠ પાછળ ખંજર ભોકીને ભાજપને જ દગો દીધો છે.