VIDEO : તમે સાચવજો ! સુરતના કામરેજમાં શ્રમજીવીનું પતંગની દોરીથી ગળું કપાતા મોત

| Edited By: | Updated on: Jan 02, 2023 | 12:22 PM

પતંગની દોરીથી શ્રમજીવીનું ગળું કપાયું હોવાનું સામે આવ્યું છે. કામરેજ ચાર રસ્તા પાસેથી પસાર થતા શ્રમજીવીનું પતંગની દોરીથી ગળું કપાયું હતું.

ઉત્તરાયણ અગાઉ સુરતમાં પતંગની દોરીએ વધુ એકનો જીવ લીધો છે. પતંગની દોરીથી શ્રમજીવીનું ગળું કપાયું હોવાનું સામે આવ્યું છે. કામરેજ ચાર રસ્તા પાસેથી પસાર થતા શ્રમજીવીનું પતંગની દોરીથી ગળું કપાયું હતું. જયાં શ્રમજીવીને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત થયું હતું. જીવલેણ દોરીથી બળવંત ઉર્ફે રાજુ પટેલ નામના શખ્સનું મૃત્યું થયું હતું. મૃતક રાજુ પટેલ લુમ્સના કારખાનામાં કામ કરતો હતો. બીજી તરફ પતંગની દોરીના કારણે એક બાઈક ચાલકને પણ ગંભીર અકસ્માત નડ્યો હતો. ઘટનાને પગલે અહીં સવાલ થાય છે કે, પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ કેમ ?

ચાઈનીઝ દોરી વધુ એકવાર યુવાનના મોતનું કારણ બની

તો આ તરફ વડોદરામાં ચાઈનીઝ દોરી વધુ એકવાર યુવાનના મોતનું કારણ બની છે.  વડોદરાના નવાપુરા વિસ્તારના રબારી વાસ પાસેથી પસાર થતા 30 વર્ષીય બાઈક ચાલકના ગળામાં ચાઈનિઝ દોરી ફસાઈ હતી. દુર્ઘટના એટલી કરૂણ હતી કે બાઈકચાલક યુવાનના ગળાની તમામ નસો કપાઈ જતા પુષ્કળ પ્રમાણમાં લોહી વહ્યું હતું. યુવકને લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.