Gandhinagar : કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય, રાજ્યમાં 15 જુલાઈથી ધોરણ 12 અને કોલેજનું શિક્ષણ કાર્ય થશે શરૂ

|

Jul 10, 2021 | 12:38 PM

છેલ્લા 6 મહિનાથી વિદ્યાર્થીઓ એનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે, ત્યારે CM ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી 15 જુલાઈથી ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજ ખોલવાની મંજુરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 15 જુલાઈથી ધોરણ 12 અને કોલેજોનું ઓફલાઈન શિક્ષણ (Offline Education) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ શૈક્ષણિક સંસ્થાઓને (Education Organization) બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને કારણે છેલ્લા 6 મહિનાથી વિદ્યાર્થીઓ એનલાઈન શિક્ષણ (Online Education) લેવાની ફરજ પડી હતી. મહત્વપૂર્ણ છે કે,રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે, જુન મહિનાથી શૈક્ષણિક વર્ષ (Education Year) શરૂ થતુ હોય છે, ત્યારે CM ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી 15 જુલાઈથી ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો  નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી 18 લાખ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાંથી છુટકારો મળશે.

આ નિર્ણય મુજબ,આગામી 15 જુલાઈથી ધોરણ 12 સહિત પોલીટેકનિક કોલેજોને ખોલવાની મંજુરી મળી છે. જો કે કોરોના ગાઈડલાઈનનું (Guideline) પાલન કરવું ફરજીયાત રહેશે. ઉપરાંત, વર્ગમાં 50% વિદ્યાર્થીઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને બાળકોના માતા પિતાની મંજુરી લેવી પણ ફરજીયાત રહેશે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પણ મરજીયાત (Optional) રાખવામાં આવી છે.

સરકારના આ નિર્ણયને હાલ શૈક્ષણિક સંસ્થાઓ અને વાલીઓ દ્વારા આવકારવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓનું (Students) કહેવું છે કે, છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન શિક્ષણ દ્વારા અભ્યાસ કરીએ છીએ, ત્યારે શાળા ખુલવાથી ઓફલાઈન શિક્ષણની મદદથી પ્રક્ટિકલ દ્વારા વધારે સારી રીતે અભ્યાસ સમજાશે.

 

આ પણ વાંચો : Ahmedabad Rathyatra 2021: ભગવાનના જગન્નાથના રથના 71 વર્ષની કથા, જાણો અત્યાર સુધી રથમાં કેવા પ્રકારનાં ફેરફાર આવ્યા

Next Video