કિશન ભરવાડ હત્યા કેસમાં કંગના રાણાવત પણ કુદી પડી, કહ્યું આવા લોકો આપણા દેશને અફઘાનિસ્તાન બનાતા રોકે છે

|

Jan 30, 2022 | 4:07 PM

કંગના રાણાવતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, કહ્યું કે મૌલવીઓએ આયોજનબદ્ધ રીતે તેની હત્યા કરી નાખી હતી, કિશન જેવા લોકો દેશને અફઘાનિસ્તાન બનતા રોકે છે, તેણે એમ પણ કહ્યું કે તેની વિધવાને પેન્શન મળવું જોઇએ

કંગના રાણાવત (Kangana Ranaut) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, કહ્યું કે મૌલવીઓએ આયોજનબદ્ધ રીતે તેની હત્યા કરી નાખી હતી. કિશન જેવા લોકો દેશને અફઘાનિસ્તાન બનતા રોકે છે, તેણે એમ પણ કહ્યું કે તેની વિધવાને પેન્શન મળવું જોઇએ.

ધંધુકામાં કિશન ભરવાડ (Kishan Bharwad) નામના યુવાનની હત્યા કરી નાખવામાં આવ્યા બાદ આ બાબતે સરકારે તાત્કાલિક એક્શનમાં આવી જઈ બે હત્યારા અને અમદાવાદ તથા દિલ્હીના મૌલવીઓને પકડી લીધા છે. આ ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા છે.

કંગનાએ કરેલું ટ્વિટ

કંગનાએ પોસ્ટ કરી કહ્યું કે ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે. કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી હતી. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે. આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.’

આ પણ વાંચોઃ કિશન ભરવાડની હત્યા અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સવાલ ઉઠાવ્યા, કહ્યું 26મી જાન્યુઆરીનું એલર્ટ છતાં હથિયારો કેમ આવ્યા?

આ પણ વાંચોઃ SURAT : મંત્રી વીનુભાઈ મોરડિયાની ગુંડાતત્વોને કડક ચીમકી, લોકોની મદદ માટે હરહંમેશ તૈયાર હોવાનું મંત્રીનું નિવેદન

Next Video