ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

|

Oct 29, 2021 | 6:19 PM

આ અગાઉ થોડા દિવસ પહેલા પણ મહેસાણા જિલ્લાના વિસનગરમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રાજ્યમાં કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર અંગે મોટું નિવેદન આપ્યું હતું.

AHMEDABAD : કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, પરંતુ જો રસી લીધેલી હશે તો કોરોનાને હરાવી શકીશું…આ મોટું નિવેદન આપ્યું છે રાજ્યના આરોગ્યપ્રધાન રૂષિકેશ પટેલે…જાહેર કાર્યક્રમમાં રૂષિકેશ પટેલે શક્યતા વ્યક્ત કરી કે, ગુજરાત સહિત દેશમાં ત્રીજી લહેર આવી શકે છે, ત્યારે રસી જ કોરોના સામે નાગરિકોને રક્ષણ આપી શકે છે, એટલે નાગરિકોને વહેલીતકે રસીકરણ કરાવી લેવાની આરોગ્યપ્રધાને અપીલ કરી…મહત્વપૂર્ણ છે કે વિશ્વના અનેક દેશોમાં ત્રીજી લહેરે દસ્તક દીધી છે.

આ અગાઉ થોડા દિવસ પહેલા પણ મહેસાણા જિલ્લાના વિસનગરમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રાજ્યમાં કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર અંગે મોટું નિવેદન આપ્યું હતું. વિસનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત સમયે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે બીજી લહેર કરતા અઢી ગણા કેસ આવે તો પણ તંત્ર સજ્જ છે. આરોગ્ય વિભાગ દ્વારા અઢી ગણી સુવિધા વધારવામાં આવી છે.અટલે કે, પહેલા 100 કેસ આવતા હોય અને હવે 250 કેસ આવશે તો પણ તમામ દર્દીઓને સારવાર મળી રહેશે.

તો અમદાવાદ ખાતે GTU દ્વારા 8 કરોડના ખર્ચે અત્યાંધુનિક લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેનું રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ઉદ્દઘાટન કર્યું હતું.આ લેબમાં તમામ પ્રકારના ટેસ્ટિંગ અને સેમ્પલિંગ કરવામાં આવશે…ખાસ કરીને ફર્ટિલાઇઝર, ડ્રગ્સ, હર્બલના સેમ્પલિંગ અને ટેસ્ટિંગ અહીં કરાશે.ઉલ્લેખનીય છે કે અગાઉ વડોદરાખાતે જ આ શક્ય હતું…ત્યારે આ લેબોરેટરી દ્વારા આરોગ્યલક્ષી મોટો લાભ થશે તેવો આશાવાદ આરોગ્યપ્રધાને રજૂ કર્યો.

આ પણ વાંચો : ઘરે બેઠા દૂધ, મિઠાઇ, ફરસાણ, ચાંદીના વરખમાં ભેળસેળ કેવી રીતે ચકાસવી, જાણો આ સરળ રીત

આ પણ વાંચો : Gujarat : દસ સિનિયર IAS અધિકારીઓની બદલી, જાણો કયાં અધિકારીઓને કયો ચાર્જ સોંપાયો

Published On - 6:18 pm, Fri, 29 October 21

Next Video