અમદાવાદના ઇકા એરેના ખાતે ગુજરાત સુપર લીગનો પ્રારંભ, 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ લેશે ભાગ

|

Apr 24, 2024 | 4:08 PM

રાજ્યમાં ફૂટબોલની રમતમાં ક્રાંતી લાવવા અમદાવાદમાં ગુજરાત સુપરલીગનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી પહેલી મેથી અમદાવાદના ઇકા એરેના ખાતે ગુજરાત સુપર લીગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ રાજ્યની પહેલી ફ્રેન્ચાઇસી આધારિત ફૂટબોલ ટુર્નામેન્ટ છે.

રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ પરિમલ નથવાણી માર્ગદર્શનમાં ગુજરાત સુપર લીગ ગુજરાતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગ તરીકે ઇતિહાસ સર્જશે.ત્યારે GSLની ટ્રોફીનું પરિમલ નથવાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.જેમાં GSLમાં ભાગ લેનાર ટીમના માલિક, કોચ સહિતના સમર્થકો હાજર રહ્યા હતા.ગુજરાતમાં ફૂટબોલની રમતને વધુ મજબૂત કરવા માટે GSFA દ્વારા આ પહેલ કરવામાં આવી છે.

12મેના રોજ ફાઇનલ રમાશે

ગુજરાતના ઉદ્યોગપતિઓ દ્વારા અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી છે, જેમાં અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટસ, કર્ણાવતી નાઈટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, સુરત સ્ટ્રાઈકર્સ અને વડોદરા વોરિયર ટીમ મેદાનમાં ઉતરશે.આ ટૂર્નામેન્ટના મુખ્ય સહયોગી સ્પોન્સર ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા છે.આ લીગમાં 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.આ GSL ટુર્નામેન્ટ 1મેથી 12મે સુધી યોજાશે અને 12મેના રોજ ફાઇનલ રમાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video